જ્વેલર્સ દ્વારા ગોલ્ડ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ્સ બંધ કરાશે

મુંબઇ, 16 જુલાઇ : ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સનો ફાયદો ઉઠાવી રહેલા અનેક મધ્યમવર્ગીય લોકો માટે આંચકો લાગે એવા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશના અગ્રણી અને નામી જ્વેલર્સ દ્વારા હવે ગોલ્ડ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ બંધ કરી દેવામાં આવશે.

નોંધનીય છે કે આમ કરવાનું કારણ કેન્દ્રીય બજેટ 2014માં સરકારે જવેલર્સની ખૂબ લોકપ્રિય સોનામાં માસિક ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ્‍સને પબ્‍લિક ડિપોઝિટની વ્‍યાખ્‍યામાં આવરી લીધી છે. તેને લીધે જવેલર્સે આ સ્‍કીમ્‍સ પરનું ચોખ્‍ખું વળતર ઘટાડવું પડશે અને કુલ થાપણની મર્યાદા નેટવર્થના 25 ટકા રાખવી પડશે. જેના પગલે મોટા ભાગના જવેલર્સે હાલના તબક્કે તો ગોલ્‍ડ સ્‍કીમ્‍સ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

gold-installment-schemes

દેશમાં આ સ્કીમ ચલાવી રહેલા અગ્રણી જ્વેલર્સ હાઉસીસે ગ્રાહકોને ઇન્સ્ટોલમેન્ટ્સના નાણાં અથવા સમાન રકમના સોનાનાં ઘરેણાં પરત લેવા જણાવી દીધું છે. જ્યારે કેટલાક જવેલર્સે સ્‍કીમમાં ફેરફાર કરી સમગ્ર ટ્રાન્‍ઝેક્‍શનને 12 મહિનાની અંદર રાખવાનો નિર્ણય લીધો છે. કેટલાક જ્વેલર્સ નવી સ્‍કીમ લાવવાની વિચારણા કરી રહ્યા છીએ. જો કે જ્વેલરી બજારમાં હાલના તબક્કે ઘણો ગૂંચવાડો છે. જેના કારણે આગળની રણનીતિ બનાવવામાં જ્વેલર્સ અસમંજસ અનુભવી રહ્યા છે.

બજેટમાં સરકારે રજૂ કરેલી દરખાસ્ત અનુસાર કંપનીઝ (થાપણના સ્‍વીકાર સંબંધી) રૂલ્‍સ 2014ના નિયમ 3(6) હેઠળ કોઈ કંપની રિઝર્વ બેન્‍ક દ્વારા નોન-બેન્‍કિંગ ફાઇનાન્‍સ કંપનીઓ માટે નિર્ધારિત વ્‍યાજદર કરતાં ઊંચા રેટની થાપણ સ્‍વીકારી શકે નહીં.

આ મુજબ જવેલર્સે ગોલ્‍ડ સેવિંગ્‍સ સ્‍કીમ્‍સનું વળતર પબ્‍લિક ડિપોઝિટ સ્‍કીમ્‍સની સમકક્ષ હોવું જોઈએ. નિયમ પ્રમાણે કંપનીઓ મહત્તમ 12 ટકા વળતર આપી શકે અને થાપણની કુલ રકમ નેટવર્થના 25 ટકા હોવી જોઈએ. ગોલ્ડ અને જ્વેલરી ઉદ્યોગના અંદાજ પ્રમાણે વર્તમાન સ્‍કીમ્‍સનું વળતર 17-18 ટકાની આસપાસ છે.

ઓલ ઇન્‍ડિયા જેમ એન્‍ડ જવેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન હરેશ સોનીએ જણાવ્‍યું છે કે 'જ્‍વેલરી ઉદ્યોગે હાલની સ્‍કીમ્‍સનું માળખું બદલવું પડશે. આ નિયમ માત્ર લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ પૂરતો મર્યાદિત છે કે ભાગીદારી પેઢીને પણ લાગુ પડશે એ બાબતે સ્‍પષ્ટતા જરૂરી છે. અમે માર્ગ શોધવા અમારા કાનૂની સલાહકારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અમે સમજી શકીએ છીએ કે કોઈ પણ કુટુંબ માટે લગ્ન વખતે ઘરેણાં માટે એકસાથે મોટી રકમ કાઢવાનું મુશ્‍કેલ બને છે. તેનું સમયાંતરે આયોજન કરાય તો પરિવારનો બોજ ઘટી જાય છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X