
Gold: સરકારી સ્કીમથી પણ સસ્તુ સોનુ વેચાઈ રહ્યુ છે બજારમાં
નવી દિલ્લીઃ મોદી સરકારની સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં રોકાણનો આજે અંતિમ દિવસ છે. પરંતુ અત્યારે બજારમાં સૉવરેન ગોલ્ડ બૉન્ડથી પણ સસ્તુ સોનુ વેચાઈ રહ્યુ છે. એવામાં લોકોને સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવાથી બચવાની જરૂર છે નહિતો પૈસા લાંબા સમય માટે ફસાઈ શકે છે. આનુ કારણ છે કે સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં પૈસા 8 વર્ષ માટે રોકવામાં આવે છે. એવામાં જો સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરીને સોનુ ખરીદ્યુ તો આઠ વર્ષ સુધી પૈસા ફસાયેલા રહેશે. વળી, જો અત્યારે ગોલ્ડમાં જો રોકાણ કરવા જ માંગતા હોય તો બજારમાં અન્ય વિકલ્પો હાજર છે જ્યાંથી 24 કેરેટ ખરીદી શકાય છે. બજારથી ખરીદેલુ સોનુ તમે ગમે ત્યારે વેચી પણ શકો છે.

જાણો ગોલ્ડના રેટમાં અંતર
સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણનો રેટ આરબીઆઈએ 51,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે 5117 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યો છે. વળી, ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર ગોલ્ડનો કાલે બંધ રેટ 50844 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે એટલે કે 5084 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ પ્રકારના બજારમાં અત્યારે 33 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ સોનુ વેચાઈ રહ્યુ છે.

ઑનલાઈન પેમેન્ટ પર સસ્તુ મળી શકે છે સૉવરેન ગોલ્ડ બૉન્ડ
સરકાર સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ માટે ઑનલાઈન ચૂકવણી કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામનુ ડિસ્કાઉન્ટ આપે છે. આ રીતે જો કોઈ 10 ગ્રામ સોનુ ખરીદશે તો તેને 500 રૂપિયાની છૂટ મળશે. જો આ છૂટને બજાર રેટથી એડજસ્ટ કરવામાં આવે તો 170 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ફાયદો અને પ્રતિ ગ્રામ 17 રૂપિયાનો ફાયદો થશે. એવામાં સૉવરેન ગોલ્ડ બૉન્ડમં રોકાણ કરવાથી અત્યારે વધુ ફાયદો નહિ થાય. આમ પણ સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ 8 વર્ષ બાદ કાઢી શકાય છે. વળી, બજારમાં સરકારી સ્કીમથી સસ્તુ ગોલ્ડ ખરીદ્યા બાદ ગમે ત્યારે વેચી શકાય છે.

શું છે અને કેવી રીતે ખરીદશો સૉવરેન ગોલ્ડ બૉન્ડ્ઝ
સૉવરેન ગોલ્ડ બૉન્ડ્ઝમાં રોકાણ ઑનલાઈન અને ઑફલાઈન બંને રીતે થાય છે. જો તમે 50 રૂપિયા પ્રતિ ગ્રામનુ ડિસ્કાઉન્ટ મેળવવા માંગતા હોય તો ઑનલાઈન સૉવરેન ગોલ્ડ બૉન્ડ ખરીદવા સાથે જ તેનુ પેમેન્ટ પણ ઑનલાઈન કરવાનુ રહેશે. સૉવરેન ગોલ્ડ બૉન્ડની વેચાણ બેંકો, સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ(એસએચસીઆઈએલ), પસંદગીની પોસ્ટ ઑફિસ અને એનએસઈ તેમજ બીએસઈ જેવા સ્ટૉક એક્સચેન્જ દ્વારા થાય છે. ડીમેટ જે શેર બ્રોકર પાસે ખુલ્યુ છે ત્યાંથી સંપર્ક કરીને ઑનલાઈન ખરીદીનો ફાયદો ઉઠાવી શકો છો.

કેટલુ ખરીદી શકો છો સૉવરેન ગોલ્ડ બૉન્ડ હેઠળ સોનુ
ભારતીય નાગરિક સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરી શકે છે. આ સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં 1 નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછુ 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ (4000 ગ્રામ) સુધી સોનુ ખરીદી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટ હોય તો તે 1 નાણકીય વર્ષમાં વધુમાં વધુ 20 કિલોગ્રામ સુધી સૉવરેન ગોલ્ડ બૉન્ડ ખરીદી શકે છે. વળી, બજારમાં અત્યારે સોનુ સસ્તુ પણ મળી રહ્યુ છે અને એવો કોઈ પ્રતિબંધ પણ નથી. એટલે કે તમે ઈચ્છો તેટલુ ગોલ્ડ ખરીદી શકો છો.

વિકલ્પ તરીકે ખરીદી શકો છો ગોલ્ડ ઈટીએફ
એવામાં જો લોકો ઈચ્છે તો ગોલ્ડ ઈટીએફ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. અહીં તમારે 24 કેરેટ શુદ્ધ સોનુ અલાવ છે. અહીં ગોલ્ડમાં કરેલ રોકાણ ગમે ત્યારે વેચી શકાય છે. એવામાં એ જાણવુ જરૂરી રહેશે કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં કેટલુ રિટર્ન આપ્યુ છે.

ટૉપ 5 ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન
- એચડીએફસી ગોલ્ડ ફંડે 1 વર્ષમાં લગભગ 33.83 ટકાનુ રિટર્ન આપ્યુ છે.
- કોટક ગોલ્ડ ફંડ રેગ્યુલર પ્લાન ફંડે 1 વર્ષમાં લગભગ 32.97 ટકાનુ રિટર્ન આપ્યુ છે.
- એસબીઆઈ એક્સચેન્જ ટ્રેડેટ ફંડ ગોલ્ડે 1 વર્ષમાં લગભગ 31.04 ટકાનુ રિટર્ન આપ્યુ છે.
જાણો વધુ 2 ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન
- નિપ્પૉન ઈન્ડિયા ઈટીએફ ગોલ્ડ બીઈએસે 1 વર્ષમાં લગભગ 30.77 ટકાનુ રિટર્ન આપ્યુ છે.
- એચડીએફસી ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેટ ફંડે 1 વર્ષમાં લગભગ 30.37 ટકાનુ રિટર્ન આપ્યુ છે.
નોટઃ રિટર્નના આ આંકડા 1 સપ્ટેમ્બર 2020ના છે.
Teacher's Day Speech 2020: શિક્ષક દિવસ પર આવી રીતે આપો ભાષણ