સોનું ખરીદી રહી છે સરકાર, હજુ વધી શકે ભાવ
ચાલુ કેલેન્ડ વર્ષમાં અનિશ્ચિતતા અને કેટલાય દેશોની સેન્ટ્રલ બેંકોએ ગોલ્ડની ખરીદીમાં વધારો કરતાં સોનાની કિંમતો મજબૂત થઈ શકે છે. જાણકારો મુજબ ગોલ્ડની ઈન્ટરનેશનલ પ્રાઈસ 10-12 ટકા વધી શકે છે અને ગોલ્ડની એવરેઝ પ્રાઈસ 1317 ડૉલર પ્રતિ ઔંસ રહેવાનું અનુમાન છે. જ્યારે ભારતમાં કિંમતો આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ જ ચાલશે, પરંતુ જો ડૉલરની સરખામણીએ રૂપિયામાં કમજોરી આવે છે તો ગોલ્ડની કિંમતો હજુ પણ વધી શકે છે. ભારતમાં રિઝર્વ બેંકના આંકડા મુજબ તેમણે પોતાના ભંજારમાં 1017-18 દરમિયાન 8.46 ટન સોનાની ખરીદી કરી છે.

રિઝર્વ બેંકે સોનાનો ભંડાર વધાર્યો
ભારતીય રિઝ્વ બેંકે નાણાકીય વર્ષ 2017-18માં 8.46 ટન સોનું ખરીદ્યું છે. અંદાજીત નવ વર્ષ બાદ કેન્દ્રીય બેંકે પહેલીવાર સોનું ખરીદ્યું છે. આરબીઆઈના 2017-18ના વાર્ષિક રિપોર્ટ મુજબ, તેમની પાસે 30 જૂન 2018ના રોજ 566.23 ટન સોનું હતું, જ્યારે 30 જૂન 2017ના રોજ સ્વર્ણ ભંડાર 557.77 ટન હતો. આ એક વર્ષ દરમિયાન સોનાના ભંડારમાં 8.46 ટન વધારો થયો છે.

અગાઉ ખરીદ્યું હતું 200 ટન સોનું
રિઝર્વ બેંકે અગાઉ નવેમ્બર 2009માં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી 200 ટન સોનું ખરીદ્યું હતું. રિઝર્વ બેંકે પોતાના સ્વર્ણ ભંડારમાંથી 292.3 ટનને નોટ જાહેર કરનાર વિભાગની સંપત્તિ ગણાવી હતી. જ્યારે 273.93 ટન સોનું બૈંકિંગ વિભાગની સંપત્તિ ગણાવી છે.

ડૉલરને સુરક્ષા કવચ માનવામાં આવે છે
જાણકારોનું માનવું છે કે કેટલાય દેશોની સેન્ટ્રલ બેંક 2019માં વધુ ગોલ્ડ ખરીદશે, કેમ કે ગોલ્ડને અમેરિકી ડૉલરની વેલ્યૂમાં કોઈપણ ગિરાવટના બદલે કવચ માનવામાં આવે છે. એક જાણકાર મુજબ 2019 પહેલા છ મહિનામાં ઈક્વિટી માર્કેટથી રિટર્નમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે જેનાથી ગોલ્ડની કિંમતો વધી શકે છે જેની અસર તેના રેટ પર પડશે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે શું કહ્યું
વર્લ્ડ ગો્ડ કાઉન્સિલની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ વર્ષમાં ગોલ્ડની મોટી માત્રામાં ખરીદદારી કરનાર સેન્ટ્રલ બેંક આગલા વર્ષે પણ ગોલ્ડ ખરીદવાનું ચાલુ રાખી શકે છે. દુનિયાના અન્ય કેટલાક દેશની સેન્ટ્રલ બેંકો પણ ગોલ્ડ ખરીદનારની લીસ્ટમાં સામેલ થઈ શકે છે. આ વર્ષે રશિયાની સેન્ટ્રલ બેંક ગોલ્ડની ખરીદીના હિસાબે સૌથી આગળ છે. તેણે 92 ટનથી વધુ ગોલ્ડ ખરીદ્યું છે. ભારત ઉપરાંત તુર્કી, કજાકસ્તાન, હંગરી અને પોલેન્ડે પણ પોતાના ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે.
નેપાળમાં કામ કરવા માટે હવે ભારતીય મજૂરોને લેવી પડશે વર્ક પરમિટ