Gold Rate Today: સોનાનો ભાવ એક લાખને પાર, ચાંદી પણ થઈ મોંઘી, જાણો લેટેસ્ટ કિંમત
Gold Rate Today (20 July 2025): આજે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફરી એક લાખને પાર પહોંચી ગયા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. તો ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

આજે રવિવારના રોજ સોનાના મોટો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,00,190 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,700 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,400 રૂપિયા છે.
સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,750 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,090 રૂપિયા છે.
Silver Price In India Today (20 July 2025): આજે રવિવારના રોજ ચાંદીનો ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આજે ચાંદી 1,16,000 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,13,800 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
