Gold Price : સોનાના ભાવમાં ઘટાડો તો ચાંદીના ભાવ વધ્યા, જાણો આજના ભાવ
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર આજે સોનાનો ભાવ 62380 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યો. છેલ્લા ટ્રેડિંગ દિવસે આ ભાવ 62624 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયો હતો. આમ, આજે સોનું 244 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઘટાડા સાથે ખુલ્યું.
આજે સોનું તેની ઓલ ટાઈમ હાઈથી 1072 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે. 28 ડિસેમ્બર 2023ના રોજ સોનું ઓલ ટાઈમ હાઈ હતું. આ દિવસે સોનું 63452 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું.

આજે ચાંદીનો ભાવ 70855 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 70638 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે બંધ થઈ હતી. આમ આજે ચાંદીનો ભાવ 217 પ્રતિ કિલોના વધારા સાથે ખુલ્યો.
ચાંદી 6079 સુધી તેની ઓલટાઇમ હાઈની નીચે ટ્રેડ કરી રહી છે. 30 નવેમ્બર 2023ના રોજ ચાંદીએ 76934ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે બપોરે 12 વાગ્યે સોનું ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. 5મી એપ્રિલ 2024ના ભાવિ વેપારમાં સોનું 55.00ના ઘટાડા સાથે 62,239.00ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું.
જ્યારે 5 માર્ચ 2024 ના ભાવિ વેપારમાં ચાંદી 535.00 ના ઉછાળા સાથે 71,309 ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી.
બપોરે 12 વાગ્યાની આસપાસ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1.36 ડોલરના ઘટાડા સાથે 2,024.01 ડોલર પ્રતિ ઔંસના દરે ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી 0.14 ડોલરના વધારા સાથે 22.80 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર કારોબાર કરી રહી છે.












Click it and Unblock the Notifications
