Gold Price Today: ફરી ઘટ્યો સોના-ચાંદીનો ભાવ, જાણો આજના ભાવ
Gold Price Today: સોના-ચાંદીની ખરીદી કરવા માંગતા લોકો માટે સારા સમચાર છે. 24 એપ્રિલના રોજ સોના-ચાંદીના કિંમતમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. આવામાં લગ્નમાં સિઝનમાં જો તમે સોનુ-ચાંદી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારી પાસે આજે સસ્તામાં સોનુ ખરીવાની તક છે.
બુધવારના રોજ સોનાના ભાવ બે સપ્તાહ કરતાં વધુ સમયની સૌથી નીચી સપાટીએ આવી ગયા હતા. કારણ કે, વધતી જતી મધ્ય પૂર્વ કટોકટીની ચિંતા હળવી થઈ હતી, અને રોકાણકારોએ નફો બુક કર્યો હતો. કારણ કે, તેઓ વ્યાજ દરો પર ફેડરલ રિઝર્વ તરફથી નવા સંકેતો માટે મુખ્ય યુએસ ડેટાની રાહ જોઈ રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં 0336 GMT પર હાજર સોનું ઘટ્યું છે. તે લગભગ 1 ટકા ઘટીને 2,304.99 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. આવા સમયે, યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 1.2 ટકા ઘટીને 2,318.80 ડોલર થયો હતો.

સોનાના ભાવમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો - પાછલા સત્રમાં સોનાના ભાવમાં 2 ટકા કરતા વધુનો ઘટાડો થયો હતો, જે એક વર્ષમાં સૌથી વધુ ઇન્ટ્રા-ડે ઘટાડો હતો. ઉલ્લેખનીય છે કે, 12 એપ્રિલના રોજ સોનાની કિંમત 2,431.29 ડોલરના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. તે જ સમયે, હાજર ચાંદી લગભગ 1 ટકા ઘટીને 26.92 ડોલર પ્રતિ ઔંસ પર આવી હતી.
MCX પર સોનાનો દર શું છે? - મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે એમસીએક્સ પર 24 કેરેટ સોનામાં 223 રૂપિયાનો ઘટાડા સાથે 73818 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. આ સાથે 22 કેરેટ સોનામાં 205 રૂપિયાના ઘટાડા સાથે 67617 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 700 રૂપિયાનો ઘટાડો થયો - જો આપણે ચાંદીની વાત કરીએ તો આજે તે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 100 રૂપિયાના ઘટાડા સાથે 82900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી છે. જે ગઇકાલે 83000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.












Click it and Unblock the Notifications
