Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો આજના ભાવ
Gold Price Today : સોનાના વૈશ્ચિક બજારમાં જોવા મળેલી તેજીની અસર ઘરેલુ બજારોમાં પણ જોવા મળી રહી છે. 10 જૂન બાદ સોનાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. બીજી તરફ ચાંદીમાં પણ સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂપિયા 54100 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 59020 હતો. આ સિવાય ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 71900 રૂપિયા છે.

આજે અમેરિકન માર્કેટમાં સોનું અને ચાંદી ઝડપથી કારોબાર કરી રહ્યા છે. સાંજે, સોનું 6.57 ડોલર અથવા 0.34 ટકાના વધારા સાથે 1,927.9 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આવા સમયે ચાંદી 0.11 ડોલર અથવા 0.46 ટકાના વધારા સાથે 23.01 ડોલર પર કારોબાર કરી રહી છે.
આજે એટલે કે મંગળવારે બજારમાં સોનાની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. સોમવારના રોજ 22 કેરેટ સોનાની કિંમત 59020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 54100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
આજે મંગળવારે પણ બજારમાં 24 કેરેટ સોનું 59020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 54100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાશે. ચાંદીની વાત કરીએ તો આજે એટલે કે મંગળવારે ચાંદીની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. સોમવારે ચાંદીનો ભાવ 71900 રૂપિયા પ્રતિ કિલો હતો. આજે મંગળવારે ચાંદી 71900 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે.
મોટેભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 કરતાં વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું હશે, એટલું શુદ્ધ સોનું.
આ રીતે જાણો તમારા શહેરના ભાવ - તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે માત્ર 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે, જે નંબર પરથી તમે કોલ કરશો.
સોનું ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો - જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. BIS કેર એપ દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે, તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.
આ રીતે ઓળખો સોનાની શુદ્ધતા - સોનું ખરીદતી વખતે લોકો માટે સોનાની શુદ્ધતા સૌથી મહત્વનો મુદ્દો છે. જો તમને સોનાની શુદ્ધતા અંગે કોઈ પ્રશ્ન હોય, તો ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 24 કેરેટ શુદ્ધતાના સોના પર 999 લખેલું છે. બીજી તરફ 23 કેરેટ સોના પર 995 અને 22 કેરેટ પર 916 લખેલું છે. જ્યારે 18 કેરેટ સોના પર 750 લખેલું છે.












Click it and Unblock the Notifications
