Gold Price Today: સોનાના ભાવમાં ભડકો, ખરીદતા પહેલા જાણી લો આજના સોના-ચાંદીના ભાવ
Gold Price Today: સમગ્ર સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ઘટાડા બાદ સપ્તાહના અંતે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. લગ્નની સિઝન પણ શરૂ થઈ રહી છે.
આવી સ્થિતિમાં, જો તમે રોકાણના દ્રષ્ટિકોણથી સોનું ખરીદવા માંગતા હો, તો તે પહેલાં સોનાની નવીનતમ કિંમત ચોક્કસપણે તપાસો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના કારણે ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો છે.
ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 6,635 અને 24 કેરેટ સોના (999 સોના તરીકે પણ ઓળખાય છે) માટે રૂપિયા 7,238 પ્રતિ ગ્રામ છે. જ્યારે ભારતમાં 10 ગ્રામ ચાંદીની કિંમત 920 રૂપિયા છે. 100 ગ્રામ ચાંદીની કિંમત 9,200 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 9,2000 રૂપિયા છે.
આજે ભારતમાં પ્રતિ ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ છે
- 1 ગ્રામ : રૂપિયા 6,635
- 8 ગ્રામ : રૂપિયા 53,080
- 10 ગ્રામ : રૂપિયા 66,350
- 100 ગ્રામ : રૂપિયા 6,63,500

આજે ભારતમાં પ્રતિ ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ
- 1 ગ્રામ : રૂપિયા 7,238
- 8 ગ્રામ : રૂપિયા 57,904
- 10 ગ્રામ : રૂપિયા 72,380
- 100 ગ્રામ : રૂપિયા 7,23,800
આજે ભારતમાં પ્રતિ ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ
- 1 ગ્રામ : રૂપિયા 5,429
- 8 ગ્રામ : રૂપિયા 43,432
- 10 ગ્રામ : રૂપિયા 54,290
- 100 ગ્રામ : રૂપિયા 5,42,900
મિસ્ડ કોલ દ્વારા સોનાની કિંમત કેવી રીતે ચેક કરશો? - તમે સરળતાથી સોનાના નવીનતમ ભાવ જાતે શોધી શકો છો. આ માટે તમારે માત્ર એક મિસ્ડ કોલ (ખાલી કોલ) કરવાની જરૂર છે. તમે 8955664433 પર મિસ્ડ કોલ કરીને 22 કેરેટ સોના અને 18 કેરેટ સોનાનો દર જાણી શકો છો. તમે બ્લેન્ક કોલ કરશો કે, તરત જ તમને એક SMS આવશે, જેમાં ગોલ્ડ રેટ વિશે માહિતી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
