સોનામાં ભળી સુગંધ, સોનું પ્રતિ 10 ગ્રામ 32,950ની ટોચે

બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્નની સિઝનના કારણે સોનાની માંગમાં વધારો થયો છે તથા ડોલરની તુલનામાં રૂપિયો નબળો પડતો હોવાથી સોનામાં મજબૂતી જોવા મળી રહી છે. અમેરિકન મુદ્રાની તુલનામાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો છે.
સ્થાનિક બજારમાં 99.9 અને 99.5 કેરટ શુદ્ધ સોનાના ભાવમાં 100ની તેજી સાથે ક્રમશ 32,950 રૂપિયા અને 32,750 રૂપિયા પ્રતિ દસ ગ્રામે બંધ થયો હતો. ચાંદીના ભાવમાં 200 રૂપિયાના વધારા સાથે 63,200 પ્રતિ કિલો થયો છે ગત અઠવાડિયે ચાંદીની ડિલેવરીના ભાવમાં 340 રૂપિયાના વધારા સાથે 63,860 રૂપિયા પ્રતિ કિલો સાથે બંધ થયો હતો.












Click it and Unblock the Notifications
