Gold Rate Today: સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો 22-24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Rate Today (13 September 2025): જો તમે પણ સોનું ખરીદવા માંગતા હો, તો તમારે ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે બુલિયન માર્કેટ ખુલતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

સોનાનો શું છે ભાવ ?
Gold Price Today: દિલ્હીમાં 13 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ગઈકાલની સરખામણીએ 800 રુપિયાનો મોટો ઉછાળો આવ્યો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,11,440 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,02,160 રૂપિયા પર છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,010 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,11,290 રૂપિયા છે. આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,02,060 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,11,340 પર પહોંચી ગયો છે.
ચાંદીનો શું છે ભાવ ?
Silver Price In India Today (13 September 2025): અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,29,800 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 1,32,100 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં પણ 2300 રુપિયાનો વધારો નોંધાયો છે.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
