Gold Rate Today: જન્માષ્ટમીના દિવસે સોનું સસ્તું થયું કે મોંઘુ? જાણો અહીં ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Rate Today (16 August 2025): શ્રાવણની શરૂઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી હતી. 16 ઓગસ્ટ આજે જન્માષ્ટમીના દિવસે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે?

સોનાનો શું છે ભાવ ?
Gold Price Today: દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,01,380 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટનો ભાવ 92,940 રૂપિયા પર છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,790 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,230 રૂપિયા છે. આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,840 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,280 રૂપિયા છે.
ચાંદીનો શું છે ભાવ ?
Silver Price In India Today (16 Aug 2025): દેશના મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,16,200 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં લગભગ 100 રૂપિયાનો વધારો થયો છે.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
