For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Rate : સોનાની કિંમત 61 હજારને પાર, ચાંદીએ તોડ્યા રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

Gold Rate : સોનાની કિંમતમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનામાં 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધારા સાથે 61000 રૂપિયા પર પહોંચ્યો છે. આ પહેલા જૂન મહિનામાં સોનાની કિંમત 61000ને પાર પહોંચી હતી.

સોનાના વાયદાએ મંગળવારના રોજ રૂપિયા 61145 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ સપાટી બનાવી હતી. મહાવીર જયંતિ નિમિત્તે મંગળવારે એક્સ્ચેન્જમાં સવારનું ટ્રેડિંગ થયું ન હતું, પરંતુ સાંજે એક્સચેન્જ ખુલતાં સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો હતો.

Gold Rate

આ નવા રેકોર્ડ બાદ મંગળવારે સોનાનો વાયદો 60954 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આજે સોનાના વાયદા તેના બંધ સ્તરની આસપાસ ખૂલ્યા હતા અને તે ફરી એકવાર ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે.

ચાંદી પણ નવી ઊંચાઈએ

ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીએ કિલોદીઠ રૂપિયા 75175ની નવી જીવનકાળની ઊંચી સપાટી બનાવી છે, હાલમાં ચાંદીનો મે વાયદો રૂપિયા 450 પ્રતિ કિલોના વધારા સાથે રૂપિયા 75000 પ્રતિ કિલોની ઉપર છે. મંગળવારના રોજ ચાંદીનો વાયદો કિલોદીઠ રૂપિયા 74618 બંધ રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું ચમકી રહ્યું છે

સ્થાનિક બજારની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો પર એક વાર નજર કરીએ, તો સોનું 13 મહિનાની ટોચે 2040 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગયું હતું. ચાંદી પણ 25 ડોલરની ઉપર છે, જે તેની 1 વર્ષની ઊંચી સપાટી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનું માર્ચ 2022 પછી પ્રથમ વખત 2,000 ડોલર પ્રતિ ઔંસની ઉપર બંધ થયું છે. ઓગસ્ટ 2020માં સોનાએ ઔંસ દીઠ 2,075.47 ડોલરનું સર્વોચ્ચ સ્તર બનાવ્યું હતું, હાલમાં તે તેની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જો આર્થિક આંકડાઓ આ રીતે સપોર્ટ કરતા રહેશે, તો સોનાનો રેકોર્ડ પણ તૂટી શકે છે.

English summary
Gold Rate : Gold price crossed 61 thousand, silver broke the record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X