For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Rate : આજે સોનાના ભાવમાં થયો ફરી ઘટાડો, જાણો સોના-ચાંદીના આજના ભાવ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો હજૂ પણ ચાલુ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે એટલે કે મંગળવારના રોજ સોનું 48 રૂપિયા સસ્તું થયું છે. આ ઘટાડા સાથે આજે સવારે સોનું રૂપિયા 51485 પર ટ્રેડ થઈ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

Gold Rate : સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો હજૂ પણ ચાલુ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે એટલે કે મંગળવારના રોજ સોનું 48 રૂપિયા સસ્તું થયું છે. આ ઘટાડા સાથે આજે સવારે સોનું રૂપિયા 51485 પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે આજે ચાંદીના ભાવમાં રૂપિયા 5નો નજીવો વધારો નોંધાયો હતો.

હાલમાં ચાંદી 66300 પર કારોબાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, માર્ચના બીજા સપ્તાહમાં સોનું 55,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. તે મુજબ સોનું એક મહિનાના રેકોર્ડ હાઈથી 4,115 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.

બુલિયન માર્કેટમાં કેવું વાતાવરણ છે?

બુલિયન માર્કેટમાં કેવું વાતાવરણ છે?

આ સાથે વૈશ્વિક બજારમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બુલિયન માર્કેટમાં જ્યાં 22 કેરેટ સોનું ઘટીને 48189 રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું.

આ સાથે 24 કેરેટ સોનાની કિંમત 52570 રૂપિયા પર ખુલી છે. આ સિવાય 20 કેરેટ સોનાની સરેરાશ કિંમત 43808 રૂપિયા હતી. આ સાથે 18 કેરેટનો ભાવ 39428રૂપિયા અને 14 કેરેટ સોનાનો ભાવ ઘટીને માત્ર 30666 રૂપિયા પર પહોંચી ગયો છે.

સોનું અને ચાંદી ખરીદવાનો શ્રેષ્ઠ સમય

સોનું અને ચાંદી ખરીદવાનો શ્રેષ્ઠ સમય

જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે સારો છે. વાસ્તવમાં કિંમતી ધાતુઓમાં ઘટાડાનું વલણ ચાલુ છે. જોકે વૈશ્વિકબજારમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સતત ઘટાડાનું વાતાવરણ છે, પરંતુ આ દરમિયાન બજારની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે.

આ રીતે સોનાના ભાવ જાણી શકો છો

આ રીતે સોનાના ભાવ જાણી શકો છો

સમગ્ર દેશમાં સોનાના દાગીનાની કિંમત અલગ અલગ હોય છે, કારણ કે તેમાં એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જનો હિસ્સો પણ હોય છે.

તમારા શહેરમાંસોનાની કિંમત તપાસવા માટે તમે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની મદદ લઈ શકો છો.

આ માટે તમારે ફક્ત 8955664433 નંબર પરમિસ્ડ કોલ આપવાનો રહેશે. તમારા મોબાઈલ નંબર પર સોનાના લેટેસ્ટ રેટનો મેસેજ આવશે.

English summary
Gold Rate : Gold price fell again today, know today's gold-silver prices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X