Gold Rate : સોનાના ભાવમાં અધધ વધારો, ચાંદીમાં પણ રેકોર્ડબ્રેક વધારો
Gold Rate : લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 60,000 ને પાર થયો છે.
Gold Rate : અમેરિકા અને યુરોપમાં બેકિંગ સંકટ વચ્ચે સોમવારના રોજ મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યા છે. સોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. 10 ગ્રામની કિંમત 60 હજારને પાર પહોંચ્યું છે.
આ ભારતીય ઈતિહાસમાં પહેલીવાર થશે, જ્યારે ડિલીવરી ગોલ્ડના ભાવમાં 60 હજારનો આંક પાર કર્યો છે. એક્સપર્ટનું માનવું છે કે, આવનારા દિવસોમાં સોનાના ભાવ હજુ વધશે.

ચાંદી 69100 રૂપિયા પ્રતિ કિલો થઈ
બપોરે 12.55 કલાકે એમસીએક્સ પર સોનામાં 1.51 ટકા એટલે કે રૂપિયા 897નો વધારો જોવા મળ્યો હતો. જેની સાથે 10 ગ્રામની કિંમત60,280 રૂપિયા થઈ ગઈ છે.
આવી સ્થિતિમાં જેમણે પહેલેથી જ સોનું ખરીદ્યું છે, તેમને જબરદસ્ત ફાયદો મળી રહ્યો છે. આવા સમયે બપોરે1.23 કલાકે, ચાંદીની કિંમત 599 રૂપિયા એટલે કે 0.87 ટકા વધી હતી. આવી સ્થિતિમાં તે 69100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

શું કહે છે એક્સપર્ટ?
આ બાબતે બોલતા, આલ્ફા કેપિટલના સહ-સ્થાપક ડૉ. મુકેશ જિન્દાલે જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં સોનામાં સારો દેખાવ થવાનીઅપેક્ષા છે. કારણ કે, તેને યુએસ ડૉલરથી ફાયદો થાય છે. સોનાનો USD ઇન્ડેક્સ સાથે નકારાત્મક સંબંધ છે. જ્યારે USD ડોલર ઇન્ડેક્સઘટે છે, ત્યારે સોનું સારું કામ કરે છે.
યુએસ ડોલર ઇન્ડેક્સ 22 ઓક્ટોબરથી ઘટી રહ્યો છે અને તે મુજબ 22 ઓક્ટોબરથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ વલણ અત્યારેચાલુ રહેવાની ધારણા છે, કારણ કે અમે અપેક્ષા રાખીએ છીએ કે યુએસ ફેડ 2023માં સિલિકોન વેલી બેંક કટોકટી બાદ દરમાં ઘટાડો કરશે.
તેનાથી યુએસ ડોલર ઇન્ડેક્સ વધુ નબળો પડશે. આ કારણથી એવું માનવામાં આવે છે કે, આગામી દિવસોમાં સોનું વધુ મોંઘુ થશે.

સામાન્ય લોકોને થઈ શકે છે સમસ્યા
ખરમાઓને કારણે લગ્ન નથી થતા, પરંતુ હિન્દુ કેલેન્ડર મુજબ 6 મેથી લગ્નની પ્રક્રિયા ફરી શરૂ થશે, જે જૂનના અંત સુધી ચાલશે. આવીસ્થિતિમાં લોકો ઘણું સોનું ખરીદશે. જો સોનાની કિંમતમાં ઘટાડો નહીં થાય તો એવા લોકોના ખિસ્સા પર ભારે દબાણ આવશે, જેમના માટેલગ્નની સિઝનમાં ખરીદી કરવી મજબૂરી બની જાય છે.












Click it and Unblock the Notifications
