Gold Rate Today: 18 જાન્યુઆરીના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત
Gold Rate Today: ભારતીય ઝવેરી બજારમાં આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આજે રવિવાર 18 જાન્યુઆરી 2026ના રોજ દેશના મોટાભાગના વિસ્તારોમાં સોનાના ભાવ સ્થિર રહ્યા છે. આજે રવિવાર હોવાથી વૈશ્વિક અને સ્થાનિક બજારો બંધ રહે છે, જેના કારણે કિંમતોમાં કોઈ નવો ફેરફાર નોંધાયો નથી. રોકાણકારો અને ખરીદદારો આજે શનિવારના બંધ ભાવના આધારે જ વેપાર કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોના ટ્રેન્ડ પર નજર કરીએ તો આ અઠવાડિયાની શરૂઆત ઘણી અસ્થિર રહી હતી. ગુરુવાર અને શુક્રવારે જેવા 'કમૂરતા' (ખરમાસ) પૂર્ણ થયા અને શુભ કાર્યોની શરૂઆત થઈ, તે દરમિયાન બજારમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો હતો. જોકે, આ રાહત લાંબો સમય ટકી શકી નહીં અને શનિવાર 17 જાન્યુઆરીએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો.
લગ્નની સીઝન શરૂ થાય તે પહેલાં માંગમાં આવેલી આ તેજીએ રોકાણકારોને ફરીથી સાવધ કરી દીધા છે. ચાલો જાણીએ આજે તમારા શહેરમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના તાજા ભાવ શું છે.
આજના મુખ્ય ભાવ (પ્રતિ ગ્રામ)
- 24K સોનું: ₹14,393
- 22K સોનું: ₹13,195
- 18K સોનું: ₹10,799
દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ (Indian Major Cities Gold Rates Today 1 gram)
- અમદાવાદ: 24 કેરેટ સોનું ₹14,383, 22 કેરેટ ₹13,185 અને 18 કેરેટ ₹10,789 નોંધાયું છે.
- મુંબઈ: 24 કેરેટ સોનાનો રેટ ₹14,378, 22 કેરેટ ₹13,180 અને 18 કેરેટ ₹10,784 છે.
- દિલ્હી: 24 કેરેટ સોનાની કિંમત ₹14,393, 22 કેરેટ ₹13,195 અને 18 કેરેટ ₹10,799 છે.
- જયપુર: 24 કેરેટ સોનું ₹14,393, 22 કેરેટ ₹13,195 અને 18 કેરેટ ₹10,799 પર વેચાઈ રહ્યું છે.
- લખનૌ: 24 કેરેટ સોનાનો ભાવ ₹14,393, 22 કેરેટ ₹13,195 અને 18 કેરેટ ₹10,799 નોંધાયો છે.
- પટના: 24 કેરેટ સોનું ₹14,383, 22 કેરેટ ₹13,185 અને 18 કેરેટ ₹10,789 નોંધાયું છે.
- કોલકાતા: 24 કેરેટ સોનું ₹14,378, 22 કેરેટ ₹13,180 અને 18 કેરેટ ₹10,784 નોંધાયું છે.
- પુણે: 24 કેરેટ સોનાની કિંમત ₹14,378, 22 કેરેટ ₹13,180 અને 18 કેરેટ ₹10,784 છે.
સુરત/રાજકોટ: અમદાવાદના ભાવને સલગ્ન કિંમતોમાં સામાન્ય તફાવત જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
