Gold Rate Today: સોનાનો ભાવ આજે વધ્યો કે ઘટ્યો? જાણો અહીં ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Price Today: ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 17 જુલાઈના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. આવી સ્થિતિમાં, 18 જુલાઈના રોજ સોનાના ભાવ વધ્યા કે ઘટ્યા ચાલો જાણીએ

આજના રોજ સોનાના ભાવમાં આશિંક વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,490 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,060 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,340 રૂપિયા છે.
સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,110 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,390 રૂપિયા છે.
આજેના રોજ ચાંદીનો ભાવ સ્થિર રહ્યો છે. આજે ચાંદી 1,13,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,13,900 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
