Gold Rate Today: સોનાના ભાવમાં સતત વધારો, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold Rate Today 15 January 2026: વર્ષ 2026ની મકર સંક્રાંતિ સોનાના ખરીદદારો અને રોકાણકારો માટે આંચકા સમાન સાબિત થઈ છે. આજે 15 જાન્યુઆરી 2026ના રોજ દેશભરના સર્રાફા બજારમાં સોનાના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,44,000ની સપાટી વટાવી ગયો છે, જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Gold Rate Today In India: 15 જાન્યુઆરી 2026ના રોજ દેશના 10 મુખ્ય શહેરોમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
🔹 દિલ્હી: 24 કેરેટ - ₹1,44,160 | 22 કેરેટ - ₹1,32,160 | 18 કેરેટ - ₹1,05,480
🔹 મુંબઈ: 24 કેરેટ - ₹1,44,010 | 22 કેરેટ - ₹1,32,010 | 18 કેરેટ - ₹1,05,370
🔹 અમદાવાદ: 24 કેરેટ - ₹1,44,060 | 22 કેરેટ - ₹1,32,060 | 18 કેરેટ - ₹1,05,410
🔹 ચેન્નાઈ: 24 કેરેટ - ₹1,44,010 | 22 કેરેટ - ₹1,32,010 | 18 કેરેટ - ₹1,05,370
🔹 કોલકાતા: 24 કેરેટ - ₹1,44,010 | 22 કેરેટ - ₹1,32,010 | 18 કેરેટ - ₹1,05,370
🔹 હૈદરાબાદ: 24 કેરેટ - ₹1,44,010 | 22 કેરેટ - ₹1,32,010 | 18 કેરેટ - ₹1,05,370
🔹 જયપુર: 24 કેરેટ - ₹1,44,160 | 22 કેરેટ - ₹1,32,160 | 18 કેરેટ - ₹1,05,480
🔹 ભોપાલ: 24 કેરેટ - ₹1,44,060 | 22 કેરેટ - ₹1,32,060 | 18 કેરેટ - ₹1,05,410
🔹 લખનૌ: 24 કેરેટ - ₹1,44,160 | 22 કેરેટ - ₹1,32,160 | 18 કેરેટ - ₹1,05,480
🔹 ચંદીગઢ: 24 કેરેટ - ₹1,44,160 | 22 કેરેટ - ₹1,32,160 | 18 કેરેટ - ₹1,05,480
Silver Price In India Today (15 January 2026): સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આગ લાગી છે. ભારતીય બજારમાં આજે ચાંદી ₹2,90,100 પ્રતિ કિલોગ્રામની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે, જો આ ગતિ ચાલુ રહેશે તો ટૂંક સમયમાં ચાંદી 3 લાખનો આંકડો પણ વટાવી શકે છે.
કેમ વધી રહ્યા છે ભાવ?
બજારના વિશ્લેષકો સોના-ચાંદીમાં આ તેજી પાછળ મુખ્ય 3 કારણો ગણાવી રહ્યા છે:
- વૈશ્વિક અશાંતિ: ઈરાનમાં વધતો તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી છે.
- અમેરિકી બજાર: અમેરિકામાં વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા અને ફેડરલ રિઝર્વ સાથે જોડાયેલી તપાસના સમાચારોએ રોકાણકારોને ચિંતામાં મુક્યા છે.
- તહેવારોની માંગ: ભારતમાં મકર સંક્રાંતિ અને લગ્નસરાની સિઝન શરૂ થતા સ્થાનિક માંગમાં વધારો થયો છે.
રોકાણકારો માટે શું છે સલાહ?
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અત્યારે 4,640 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. અત્યારે ભાવ ટોચ પર હોવાથી નિષ્ણાતો સામાન્ય ગ્રાહકોને થોડી રાહ જોવાની અથવા જરૂર પૂરતી જ ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. જોકે, લાંબા ગાળાના રોકાણકારો માટે હજુ પણ સોનું સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
