Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજની લેટેસ્ટ કિંમત

Gold Rate Today 9 January 2026: લગ્નસરાની સીઝન શરૂ થાય તે પહેલા સોનું અને ચાંદી ખરીદવાનું વિચારતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવ નીચે જઈ રહ્યા છે, જ્યારે ચાંદીમાં પણ બે દિવસથી નરમાઈ જોવા મળી રહી છે. 9 જાન્યુઆરી 2026ના રોજ દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

Gold Rate Today

થોડા દિવસો પહેલા 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹3000 સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, હવે સ્થિતિ બદલાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટ ગોલ્ડમાં કુલ ₹830 અને 22 કેરેટ ગોલ્ડમાં ₹760 નો ઘટાડો થયો છે. આજે એટલે કે 9 જાન્યુઆરીએ પણ ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹10નો સામાન્ય ઘટાડો નોંધાયો છે.

Gold Rate Today In India: 9 જાન્યુઆરી 2026ના રોજ દેશના 10 મુખ્ય શહેરોમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)

🔹 દિલ્હી: 24 કેરેટ - ₹1,38,140 | 22 કેરેટ - ₹1,26,640 | 18 કેરેટ - ₹1,03,640
🔹 મુંબઈ: 24 કેરેટ - ₹1,37,990 | 22 કેરેટ - ₹1,26,490 | 18 કેરેટ - ₹1,03,490
🔹 કોલકાતા: 24 કેરેટ - ₹1,37,990 | 22 કેરેટ - ₹1,26,490 | 18 કેરેટ - ₹1,03,490
🔹 ચેન્નાઈ: 24 કેરેટ - ₹1,39,080 | 22 કેરેટ - ₹1,27,490 | 18 કેરેટ - ₹1,06,390
🔹 બેંગલુરુ: 24 કેરેટ - ₹1,37,990 | 22 કેરેટ - ₹1,26,490 | 18 કેરેટ - ₹1,03,490
🔹 હૈદરાબાદ: 24 કેરેટ - ₹1,37,990 | 22 કેરેટ - ₹1,26,490 | 18 કેરેટ - ₹1,03,490
🔹 લખનૌ: 24 કેરેટ - ₹1,38,140 | 22 કેરેટ - ₹1,26,640 | 18 કેરેટ - ₹1,03,640
🔹 પટણા: 24 કેરેટ - ₹1,38,140 | 22 કેરેટ - ₹1,26,540 | 18 કેરેટ - ₹1,03,540
🔹 જયપુર: 24 કેરેટ - ₹1,38,140 | 22 કેરેટ - ₹1,26,640 | 18 કેરેટ - ₹1,03,640
🔹 અમદાવાદ: 24 કેરેટ - ₹1,38,040 | 22 કેરેટ - ₹1,26,540 | 18 કેરેટ - ₹1,03,540

Silver Price In India Today (9 January 2026): ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં પ્રતિ કિલો ₹5100નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં ચાંદીનો ભાવ ₹2,51,900 પ્રતિ કિલો રહ્યો છે. જોકે, દક્ષિણ ભારતમાં ખાસ કરીને ચેન્નાઈમાં ચાંદી હજુ પણ મોંઘી છે, જ્યાં તેનો ભાવ ₹2,71,900 છે.

કેમ ઘટી રહ્યા છે ભાવ?

બજારના નિષ્ણાતોના મતે, જાન્યુઆરીમાં 'બ્લૂમબર્ગ કોમોડિટી ઈન્ડેક્સ' (BCOM) ના વાર્ષિક રિ-બેલેન્સિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ ટેકનિકલ પ્રક્રિયાને કારણે સોના અને ચાંદીમાં વેચવાલી વધી છે. ડોએચે બેંકના એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ, 9થી 15 જાન્યુઆરી દરમિયાન કિંમતો પર દબાણ રહી શકે છે, જેના કારણે રોકાણકારો માટે ખરીદીની આ એક સારી તક સાબિત થઈ શકે છે.

નોંધ: સોના-ચાંદીના આ ભાવમાં GST અને મેકિંગ ચાર્જ સામેલ નથી. સચોટ ભાવ માટે તમારા નજીકના જ્વેલરનો સંપર્ક કરવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X