
Gold Weekly Update: સોનાની માંગમા તેજી આવી, જાણો સોનાના ભાવ
સોના-ચાંદીની કિંમતમાં પાછલા કેટલાક દિવસથી ઉતાર-ચઢાવની સ્થિતિ બનેલી છે. સોનું ફરીથી 48 હજારની નજીક પહોંચી ગયું છે. સોનાની કિંમતમાં આવેલ આ ઉતાર-ચઢાવ વચ્ચે સોનાની માંગમા પણ તેજી આવી છે. દેશમાં ઘરેલૂ માંગ વધવાથી સોનાની આયાતમાં વધારો થયો છે. એપ્રિલ 2021માં સોનાની આયાતમાં વધારો થયો અને આ ઉછાળો તેજી સાથે 6.3 અબજ ડૉલરે પહોંચી ગયો છે. જો કિંમતની વાત કરીએ તો દેશના સોની બજારમાં સોનાની એવરેજ કિંમત 47757 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે એમસીએક્સ પર સોનાની કિંમત 0.5 ટકાની તેજી સાથે 47677 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયા છે.

સોનાના હાલ
ગત અઠવાડિયામાં સોનાની કિંમતમાં મોટો બદલાવ આવ્યો છે. સોનાની કિંમતમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બની રહી છે. એમસીએક્સ પર શુક્રવારે 14 મે 2021ના રોજ સોનાની કિંમતમાં તેજી આવી અને સોનું 239 રૂપિયા વધીને 47677 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો. સોનાની કિંમતમાં ગત અઠવાડિયે તેજી અને ગિરાવટની સ્થિતિ બનેલી હતી.

સર્રાફા બજારમાં સોનાના હાલ
જો સર્રાફા બજાર પર નજર નાખીએ તો ઈન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન લિમિટેડની વેબસાઈટ મુજબ ગત અઠવાડિયું સોના માટે કંઈ ખાસ નહોતું રહ્યું. સોનાની કિંમતમાં એવરેજ મામૂલી ગિરાવટ જોવા મળી. 10 મે 2021ના રોજ સોનાની કિંમત 47788 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યા જ્યારે 11 મે 2021ના રોજ સોનાની કિંમત 47789 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યા અને 14 મેના રોજ સોનાના ભાવ 47757 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયા.

સોનાની માંગમા તેજી
જ્યાં સોનાની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે ત્યાં જ સોનાની આયાતમાં વધારો જોવા મળ્યો છે. એપ્રિલ 2021માં સોનાની આયાતમાં વધારો થયો.
Cyclone Tauktae: ઉગ્ર થયું વાવાઝોડું, કેટલીય જગ્યાએ ઝાડ ઉખડ્યાં, ફ્લાઈટ્સ રદ
એપ્રિલમાં સોનાની આયાત 6.3 અબજ સુધી પહોંચી ગઈ. સોનાની આયાતની અસર દેશના ચાલૂ ખાતાના નુકસાન પર પડી. ચાંદીની આયાતમાં 88.53 ટકાની કમી આવી અને આ 1.19 કરોડ ડૉલર પર પહોંચી ગઈ.