Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Paytm યુઝર્સ માટે સારા સમાચાર, જાણો શું કહ્યું RBI એ?

ભારતીય રિઝર્વ બેંકે હાલમાં જ પેટીએમને નવા કસ્ટમર ન જોડવા આદેશ કર્યો હતો. આ આદેશ બાદ આરબીઆઈએ વધુ એક અપડેટ જારી કર્યુ છે.

Paytm યુઝર્સની રૂપિયા ફસાઈ જવાની ચિંતા વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ Paytm એપને લઈને સ્પષ્ટતા જાહેર કરી છે.

Paytm

પેટીએમ અંગે આરબીઆઈએ જણાવ્યુ કે, તાજેતરના નિર્દેશો પેટીએમ પેમેન્ટ બેંકને અસર કરશે અને એપને નહીં. એટલે કે RBIના નિર્દેશોની Paytm એપ પર કોઈ અસર નથી. એપ્લિકેશન બેંકો સાથે ભાગીદારી કરવા આઝાદ છે.

આરબીઆઈએ એપની અન્ય સુવિધાઓ પર નહીં પણ પેટીએમની પેમેન્ટ બેંક પર કાર્યવાહી કરી છે. આ સ્થિતિમાં તેની અસર ફક્ત બેંક સાથે જોડાયેલા લોકો પર પડશે, પેટીએમની અન્ય સુવિધાઓ પર નહીં.

મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ પછી એક પ્રેસ કોન્ફરન્સમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને કહ્યું કે, આ કાર્યવાહી Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ છે પેટીએમ એપ વિરૂદ્ધ નહીં. એપ્લિકેશન અમારી ક્રિયાથી પ્રભાવિત થતી નથી.

સ્વામીનાથને વધુમાં જણાવ્યુ કે, Paytm પેમેન્ટ્સ બેંક સાથે ભાગીદારી કરવાનો બેંકોનો નિર્ણય એક વ્યવસાયિક નિર્ણય છે, જે PPBL સાથે સહયોગમાં બેંકોની સ્વાયત્તતાને પ્રકાશિત કરે છે.

તેમણે કહ્યું કે, તાજેતરની ક્રિયાઓ ફક્ત Paytm પેમેન્ટ્સ બેંક તરફ નિર્દેશિત છે અને Paytm એપ્લિકેશનની કાર્યક્ષમતા અથવા કામગીરીને અસર કરતી નથી.

ડેપ્યુટી ગવર્નરના આ સ્પષ્ટીકરણથી લાખો યુઝર્સ રાહત મળી છે, જે વિવિધ ડિજિટલ પેમેન્ટ સેવાઓ માટે પેટીએમ પર નિર્ભર છે.

જણાવી દઈએ કે, ગયા મહિને 31 જાન્યુઆરીના રોજ RBIએ નિયમોનું પાલન ન કરવા બદલ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને 29 ફેબ્રુઆરીથી ધંધા પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે અંતર્ગત 29 ફેબ્રુઆરીથી નવી થાપણો લેવામાં આવશે નહીં અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પણ થઈ શકશે નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X