લગ્નની સિઝનમાં વેપારીઓ માટે સારા સમાચાર, 5.5 કરોડનો વેપાર થવાની સંભાવના
કોરોનાનો સમયગાળો પુરો થઈ ગયો છે અને હવે લગ્નની સિઝન ખુલવા જઈ રહી છે. આ સિઝન પહેલા ટ્રેડર્સ ઓર્ગેનાઈઝેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સને 5.5 લાખ કરોડ રૂપિયાના બિઝનેસની અપેક્ષા છે.
દેશમાં ચાલી રહેલી લગ્નની સિઝનમાં લગભગ 42 લાખ લગ્નો સાથે જુલાઈના મધ્ય સુધી યોજાશે. લગ્ન સંબંધિત ખરીદી અને સેવાઓ દ્વારા 5.5 લાખ કરોડનો બિઝનેસ થવાની ધારણા છે.

CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, ફક્ત દિલ્હીમાં જ 4 લાખથી વધુ લગ્નો થવાની ધારણા છે, જેનાથી લગભગ 1.5 લાખ કરોડનો બિઝનેસ થશે.
ગયા વર્ષે 14 ડિસેમ્બરે સમાપ્ત થયેલી લગ્નની સિઝન દરમિયાન આશરે 35 લાખ લગ્નો થયા, જેમાં 4.25 લાખ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થયો.
ટ્રેડર્સ બોડીના જણાવ્યા અનુસાર, સિઝન દરમિયાન દરેક લગ્નમાં લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થશે, જ્યારે 10 લાખ લગ્નમાં લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ થશે. 10 લાખ લગ્નમાં લગ્ન દીઠ 10 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે, ત્યારબાદ 10 લાખ લગ્નમાં પ્રતિ લગ્ન 15 લાખનો ખર્ચ થશે.
આ સિવાય 6 લાખ લગ્નોમાં પ્રત્યેકને 25 લાખ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. 60,000 લગ્નો પર લગ્ન દીઠ 50 લાખનો ખર્ચ થશે અને 40,000 લગ્નોમાં 1 કરોડથી વધુનો ખર્ચ થવાની ધારણા છે.
દરેક લગ્ન માટે લગભગ 20 ટકા ખર્ચ વર અને વધુને ફાળવવામાં આવે છે, જ્યારે 80 ટકા લગ્નની ગોઠવણમાં સામેલ થર્ડ પાર્ટી એજન્સીઓને જાય છે.












Click it and Unblock the Notifications
