નોકરિયાત લોકો માટે મોટી ખુશખબરી! PF વ્યાજ દરમાં વધારો
નોકરિયાત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. નાણા મંત્રાલયે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) માટે 8.65 ટકાનો વ્યાજ દર મંજૂર કર્યો છે.
નોકરિયાત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. નાણા મંત્રાલયે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) માટે 8.65 ટકાનો વ્યાજ દર મંજૂર કર્યો છે. નાણા મંત્રાલયના આ નિર્ણયથી ઇપીએફઓના છ કરોડ સદસ્યોને તેનો લાભ થશે. જો કે, વ્યાજના દરમાં વધારાને લીધે સરકાર પર વધારાનો બોજ પણ પાડવાનો તે નક્કી જ છે.
આ પણ વાંચો: Post Office ગેરંટી સાથે આ સ્કીમ કરોડપતિ બનાવશે, જાણો ડિટેઈલ

PF વ્યાજ દરમાં વધારો
EPFO ના ધારકો માટે સારા સમાચાર. ઇપીએફઓના ધારકોને નાણાં મંત્રાલયની તરફથી ભેટ મળી છે. નાણાં મંત્રાલય હેઠળ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટ (ડીએફએસ) એ ઇપીએફઓના 2018-19ના ઇપીએફ પર વ્યાજ દર વધારવા માટે સંમત થયા છે. મંત્રાલયે ઇપીએફના વ્યાજના દર 8.65 ટકા કરવા માટે મંજૂરી આપી છે.

6 કરોડ ધારકોને મળશે લાભ
નાણાં મંત્રાલયની તરફથી વ્યાજ વધારવાના નિર્ણય પર આપવામાં આવેલી સંમતિથી 6 કરોડ ગ્રાહકો પર અસર પડશે. હવે તમને પીએફ પર 8.65% દરે વ્યાજ મળશે. અગાઉ ફેબ્રુઆરીમાં, ઇપીએફઓના નિર્ણય લેનારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે 2018-19ના વર્ષમાં ઇપીએફ પર વ્યાજદરમાં 8.65 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

ત્રણ વર્ષ પછી વધારો
તમને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પછી ઇપીએફના વ્યાજ દરમાં વધારો થયો છે. વર્ષ 2017-18 માં, ઇપીએફ પર વ્યાજ દર 8.55 ટકા હતો. વ્યાજના દરમાં વધારા પછી, ઇપીએફઓ પર 151.67 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.












Click it and Unblock the Notifications
