For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Goods and Services Tax: ફિલ્મોથી લઇને આ વસ્તુઓ થશે સસ્તી

જીએસટી લાગુ થવાના પહેલા સરકારે ફિલ્મોથી લઇને ઇન્સ્યૂલિન જેવી લગભગ 66 પ્રોડક્ટ પર લાગનારો જીએસટી ઓછા કરી લીધો છે.

|
Google Oneindia Gujarati News

જીએસટી લાગુ થવાને હવે જ્યારે થોડાક જ સમય બાકી છે ત્યારે તમામ લોકોના મનમાં એક જ સવાલ થઇ રહ્યો છે કે જીએસટી લાગુ થવાથી એવી તો કંઇ વસ્તુઓ સસ્તી થશે જે તેમના કામની હોય. સામાન્ય માણસના જીવન પર જીએસટી જેવા બિલોની અસર ત્યારે જ દેખાય છે જ્યારે તેની રોજિંદી દિનચર્યા પર અસર પડે. ત્યારે જીએસટી લાગુ થવાના પહેલા સરકારે ફિલ્મોથી લઇને ઇન્સ્યૂલિન જેવી લગભગ 66 પ્રોડક્ટ પર લાગનારો જીએસટી ઓછા કરી લીધો છે. અને આ કારણે હવે આ વસ્તુઓનો ભાવ જીએસટી લાગુ થવાથી નહીં વધે. ત્યારે જાણો જીએસટી પહેલા સરકાર દ્વારા કંઇ કંઇ વસ્તુઓને સસ્તી કરવામાં આવી છે. અને તેનાથી તમારા રોજિંદા જીવન પર તેની શું અસર થશે...

ફિલ્મો થઇ સસ્તી

ફિલ્મો થઇ સસ્તી

જો તમે ફિલ્મો જોવાના શોખીન હોવ તો તમારા માટે આ સારા સમાચાર છે. જીએસટી પર પહેલા 28 ટકા જીએસટી લાગુ થવાનું નક્કી થયું હતું. જે હવે બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. જો ફિલ્મની ટિકિટ 100 રૂપિયાથી ઓછી હશે તો જીએસટી ખાલી 18 ટકા લાગશે અને જો ફિલ્મોની ટિકિટ 100 રૂપિયાથી વધુ હશે તો પહેલાની જેમ જીએસટી 28 ટકા લાગુ થશે.

ખાવાની વસ્તુઓ

ખાવાની વસ્તુઓ

રવિવારે થયેલી મીટિંગ મુજબ અથાણાં, સરસોની ચટણી, મુરબ્બા, કેચઅપ જેવી વસ્તુઓ પર હવે જીએસટી ઓછો કરવામાં આવ્યો છે. પહેલા તેની પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. પણ હવે ખાલી 12 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે.

બાળકોનો સામાન

બાળકોનો સામાન

પહેલા બાળકોની પિક્ચર બુક, ડ્રોઇંગ બુક આદિ પર 12 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. જેને હવે દૂર કરવામાં આવ્યો છે. આ વસ્તુઓ પર હવે જીએસટીમાં છૂટ આપવામાં આવી છે. ત્યાં જ સ્કૂલ બેગ પર પણ જીએસટી પ્રસ્તાવિત 28 ટકાથી ઓછા કરીને 18 ટકા કરવામાં આવ્યો છે.

ખેડૂતોને રાહત

ખેડૂતોને રાહત

રવિવારની બેઠક પછી કોમ્પ્યૂટર પાર્ટ્સ, પ્રિંટર વગેરે પર જીએસટી દર ઓછા કરવામાં આવ્યા છે. પહેલા તેની પર 28 ટકા જીએસટી લાગુ કરવાની વાત કરવામાં આવી હતી. હવે તેની પર ખાલી 18 ટકા જીએસટી દર લાગુ થશે. ખેડૂતોને પણ ટ્રેક્ટરના પાર્ટ્સ અને પ્લાસ્ટિક તિરપાલ પર 28 ટકાના બદલે હવે 18 ટકાના દરે જીએસટી લાગશે.

નોકરીયાત લોકો

નોકરીયાત લોકો

સરકારે ટેક્સફાઇલ, ડાયમંડ પ્રોસેસિંગ, લેધર, ઝ્વેલરી અને પ્રિટિંગ જેવા કામ પર પણ ટેક્સ ઓછો કર્યો છે. 18 ટકાની જગ્યા હવે તેની પર 5 ટકા કર લાગશે. સાથે જ ઇન્સ્યૂલિન અને અગરબત્તી પર પણ જીએસટી ઓછો કરીને 5 ટકા કરવામાં આવ્યો છે. છરી કાંટા પર પણ 28 ટકા જીએસટી હતો તેને ઓછો કરીને 18 ટકાના દરે કરવામાં આવ્યો છે.

English summary
Goods and services tax: movie tickets to insulin, these items become cheaper now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X