• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બજેટ 2020: પડદા પાછળ આ 4 લોકો નાણામંત્રીની મદદ કરી રહ્યા છે

|

નવી દિલ્હીઃ આગામી જનરલ બજેટ 2020 જાહેર થવામાં હવે માત્ર 2 દિવસનો જ સમય બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2020ના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. હાલ સૌકોઈની નજર જાહેર થનાર બજેટ પર છે.

ગોપાલ કૃષ્ણ અગ્રવાલ

ગોપાલ કૃષ્ણ અગ્રવાલ

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સના નિદેશક અને બેંક ઑફ બરોડાના પૂર્વ નિદેશક છે. આ વર્ષે બજેટ બનાવવામાં અગ્રવાલની કેન્દ્રીય ભૂમિકા રહી છે. તેઓ ઉદ્યોગ અને નાણામંત્રી વચ્ચે ઈન્ટરફેસના રૂપમાં રહ્યા છે. પહેલીવાર પાર્ટીએ ઉદ્યોગના જાણકારો અને પ્રતિનિધિઓ સાથે પૃષ્ટભૂમિમાં વાતચીત કરી જેથી માલૂમ થઈ શકે કે આર્થિક વિકાસને રફ્તાર આપવા માટે શું જરૂરી છે. આ પ્રકારની કુલ 11 બેઠકો મળી. અગ્રવાલે આઈએએનએસને જણાવ્યું કે આ બેઠકોના પરિણામોથી નાણામંત્રીને અવગત કરાવવામાં આવ્યા અને તેમણે ધ્યાનપૂર્વક તે સાંભળીને નોટ કર્યું. તેમણે જણાવ્યું કે આ વર્ષની બેઠકમાં વિવિધ ક્ષેત્રોના 200 લોકોએ ભાગ લીધો.

ડૉ સૈયદ ઝફર ઈસ્લામ

ડૉ સૈયદ ઝફર ઈસ્લામ

ભાજપના અન્ય એક પ્રવક્તા ડૉ સૈયદ ઝફર ઈસ્લામ ડ્યૂસ બેંકના પૂર્વ પ્રબંધક ડિરેક્ટર છે. ભાજપના નેતૃત્વએ તેમને બજેટને લઈ સતત ઈનપૂટ આપવાનું કામ સોંપ્યું હતું. જેને આખરે સીતારમણ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. ડૉ. ઈસ્લામ હાલના સમયે એર ઈન્ડિયાના નિદેશક છે. તેમણે પોતાના ઉકેલો વિશે જણાવ્યું, "ભારતમાં ખર્ચને લઈ યુક્તિઓ માટે બહુ ઓછી જગ્યા છે, પરંતુ જે કંઈપણ સંસાધન બજેટમાં બચ્યા છે તેનો ખર્ચ ક્યાંય કરી ના શકાય, મતલબ ગ્રામીણ ક્ષેત્ર, ગરીબ અને મધ્યમ વર્ગ માટે તેનો ઉપયોગ સમાન રૂપે થવો જોઈએ."

નરેન્દ્ર તનેજા

નરેન્દ્ર તનેજા

નરેન્દ્ર તનેજા ભાજપના પ્રવક્તા હોવાની સાથોસાથ ઉર્જા વિશેષજ્ઞ પણ છે. તેઓ બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ અને વિશ્વ ઉર્જા નીતિ શિખર સમ્મેલનના અધ્યક્ષ છે. માટે ભાજપે આ વર્ષે બજેટમા તેમની વિશેષજ્ઞનો ઉપયોગ કર્યો. નાણામંત્રીને આપેલ પોતાના ઉકેલના સંબંધમાં તનેજાએ આઈએએનએસને જણાવ્યું, "મેં કહ્યું કે સરકારે વધુ ખર્ચ કરવાનૂ જરૂરત છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા પર શહેરી અર્થવ્યવસ્થાથી વધુ ધ્યાન આપવાની જરૂરત છે. માંગની કમી છે, માટે ગ્રામીણ ક્ષેત્રોમાં માંગ પેદા કરવી જરૂરી છે."

અમિત માલવીય

અમિત માલવીય

મોટાભાગના લોકો અમિત માલવીયાને ભાજપના સોશિયલ મીડિયા પ્રમુખના રૂપમાં જાણે છે, પરંતુ માલવીયએ પોતાના પ્રોફેશનલ જીવન ઘણો સમય બેંકિંગ ક્ષેત્રમાં વિતાવ્યો છે. માલવીયા જણાવે છે કે ભારત માટે સમષ્ટિગત સંકેત સારા છે. જો કે કેટલીક પ્રમુખ વસ્તુઓના આયાતનો વિકલ્પ શોધવાને લઈ નાણામંત્રીને કેટલાક ખાસ ઉકેલ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "ભારત વીજળીના સામાનની ભારે આયાત કરે છે. આણે શર્ટના બટનની પણ આયાત કરીએ છીએ. આ વસ્તુઓનું વિનિર્માણ ભારતમાં કરવાથી માત્ર મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને જ પ્રોત્સાહન નહિ મળે બલકે ઘરેલૂ કારોબારને પણ પ્રોત્સાહન મળશે."

BJP નેતા તરુણઃ શાહીન બાગ બન્યુ શેતાન બાગ, દિલ્લીને સીરિયા નહિ બનવા દઈએ

English summary
This time, Finance Minister Nirmala Sitharaman has been helped immensely by Gopal Krishna Agarwal, Dr. Syed Zafar Islam, Narendra Taneja and Amit Malviya in making the Budget 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more