વર્ષ 2017-18માં GDP રહી શકે છે 6.5ના દરે, મોદી સરકારને ફટકો

Posted By:
Subscribe to Oneindia News

આર્થિક મોર્ચે કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. નાણાંકીય વર્ષ 2017-18 માટે સરકારી અનુમાન મુજબ ભારતની જીડીપી ઘટીને 6.5 ટકા રહેવાનું અનુમાન છે. ગત વર્ષની સાથે આ દરની તુલના કરીએ તો 2016-17માં ભારતનો જીડીપી દર 7.1 ટકા હતો. સરકારની તરફથી નાણાંકીય અનુમાન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે શુક્રવારે જાહેર કર્યું હતું. તમને જણાવી દઇએ ક 2017-18ના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં જીડીપી, વિકાસ દરના સૌથી નીચા સ્તર 5.7 ટકા પર જતું રહ્યું હતું. વિપક્ષે આ મામલે નોટબંધી અને જીએસટીને કારણભૂત જણાવ્યું હતું. જ્યારે બીજા ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા થોડા સુધારામાં જોવા મળી હતી. અને જીડીપી 6.3 ટકા પર જોવા મળી હતી. આ પહેલા આરબીઆઇ એ પણ જીડીપી દરના અનુમાનને ઘટાડીને 6.7 ટકા પર જવાની વાત કરી હતી.

gdp

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ પહેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ વર્ષે જીડીપી દરને 7 ટકાથી ઉપર લઇ જવો લગભગ અશક્ય છે. નોંધનીય છે કે હાલમાં જ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસને મોદી સરકારના દબાવમાં જીડીપીના ખોટા આંકડા રજૂ કરવા પડી રહ્યા છે. સ્વામીએ ચાર્ટર એકાઉન્ટટની એક સભામાં કહ્યું હતું કે તમે જીડીપીના ત્રિમાસિકના આંકડા પર ના જુઓ. કારણ કે તે બકવાસ છે. હું તમને આમ એટલા માટે કહું છું કારણ કે મારા પિતાએ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇજેશન બનાવ્યું હતું. હું સીઇઓ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા સાથે જતો હતો ત્યારે સીઇઓએ એક વ્યક્તિને કહ્યું હતું કે નોટબંધી પછી તેમની પર સારા નંબર બતાવા માટે દબાવ નાંખવામાં આવે છે.માટે જ તેમણે જીડીપીનો તેવો આંકડો આપ્યો છે જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને કોઇ અસર ના પડે.

વિશ્વ અને ભારત

જો કે બીજી તરફ તે વાતને પણ નજર અંદાજ કરાય તેમ નથી કે દુનિયાને હજી પણ ભારતની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ છે. જીડીપીના દર ઉપર નીચે જતા રહેતા હોવા છતાં આંતરાષ્ટ્રીય રેટિંગ એજન્સી, ફિચના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત આવનારા 5 વર્ષમાં ચીનની અર્થવ્યવસ્થાને પછાડી શકે છે. અને દુનિયાની સૌથી વધુ વિકાસ દર વળી અર્થવ્યવસ્થા બની શકે છે. ફિચે જણાવ્યું કે ચીનની જીડીપી જ્યાં ઓછી થઇને 5.5 રહી ગઇ છે ત્યાં ભારતની જીડીપી 6.7 દરે વિકાસ બતાવી રહી છે.

English summary
Government forecasts GDP growth at 6.5% this fiscal year 2017-18 vs 7.1% growth recorded in 2016-17

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.