For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંધ થઇ જશે પેટ્રોલથી ચાલતા બાઇક અને સ્કૂટર, આ છે તૈયારી

મોદી સરકાર ઇલેક્ટ્રિક વાહનોની એક મોટી નીતિ પર કામ કરી રહી છે. નીતિ કમિશને આ વિશે એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર ઇલેક્ટ્રિક વાહનોની એક મોટી નીતિ પર કામ કરી રહી છે. નીતિ કમિશને આ વિશે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અહેવાલ અનુસાર, દેશમાં 31 માર્ચ, 2023 થી ઇલેક્ટ્રિક ત્રિ-વ્હીલર્સ અને ટુ-વ્હીલર્સ પર ભાર આપવા માટે કહેવામાં આવ્યું છે. જો સરકાર આ દિશામાં આગળ વધે, તો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા ત્રિ-વ્હીલર્સ અને ટુ-વ્હીલર્સ વાહનોના નિર્માણ પર પ્રતિબંધ લાગી જશે અને ફક્ત ઇલેક્ટ્રિક વાહનો જ તૈયાર કરવામાં આવશે.

electric vehicle

નીતિ આયોગના પેનલની રિપોર્ટ

નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતની આગેવાની હેઠળની પેનલએ આની ભલામણ કરી છે. ઇટીમાં છાપવામાં આવેલી માહિતી અનુસાર, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી પર સ્ટીયરિંગ કમિટિએ ભારતને ઇલેટ્રીકલ વ્હીકલનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે 31 માર્ચ, 2023 થી ઇન્ટરનલ કમ્બશન એન્જિન વાળા તમામ ત્રિ-વ્હીલર્સ અને 31 માર્ચ, 2025 થી 150 સીસીથી ઓછી ક્ષમતાવાળા તમામ ટુ-વ્હીલર્સ વાહનો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે.

હવે સરકાર કરશે નિર્ણય

માહિતી મુજબ, હવે સરકારના હાથમાં છે કે તે આ યોજનાને કયારથી અમલમાં મૂકવા માંગે છે. કારણ કે જો આ ઇલેક્ટ્રિક વાહનની આ નીતિ પર આગળ વધવું હશે, તો તેના પહેલાં બીજા ઘણા નિર્ણયો લેવા પડશે. તેમાં જૂના વાહનોની સ્ક્રૅપીંગ પોલિસીને લાવવી પડશે. આંકડા અનુસાર, હમણાં દેશમાં જેટલા પણ વાહન વેચાય છે તેમાંથી 78 ટકા ત્રિ-વ્હીલર્સ અને ટુ-વ્હીલર્સ જ હોય છે.

સબસિડી ડબલ કરવા માટે દરખાસ્ત

ઇલેક્ટ્રિક વાહનોની આ નીતિને ઝડપી આગળ વધારવા માટે, આ પેનલે ઇલેક્ટ્રિક ત્રિ-વ્હીલર્સ માટે સબસિડીને 20,000 રૂપિયા પ્રતિ કિલોવોટ પ્રતિ ઑવર કરવાની ભલામણ કરી છે. હાલમાં, આ સબસિડી 10 હાજર રૂપિયાની છે. આ સબસિડી ફાસ્ટર એડોપ્શન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એટલે કે ફેમ (Fame) યોજના હેઠળ આપવામાં આવે છે, જેને વિસ્તૃત કરવાની દરખાસ્ત છે.

પર્યાવરણ બગાડનાર વાહનો પાસેથી વસુલવામાં આવશે શુલ્ક

આ પેનલે સૂચવ્યું છે કે ઇન્ટરનેશનલ કમ્બશન એન્જિન (આઈસીઇ) સાથેના વાહનો પાસેથી નિશ્ચિત ફી વસૂલવામાં આવશે. પાછળથી આ જમા થનારી ફીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓછામાં ઓછા એક ગીગાવૉટ ક્ષમતા વાળી બેટરી પ્લાન્ટની સ્થાપના પર છૂટ આપવા માટે કરવામાં આવશે.

English summary
Government in preparing new electric vehicle policy Subsidy may be doubled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X