કેન્દ્રિય કર્મચારીઓને સરકાર આપશે મોટી ભેટ, HRAમાં થશે વધારો, કેટલો વધશે પગાર?
કેન્દ્ર સરકારના કર્મચારીઓને આગામી મહિનામાં મોટું સરપ્રાઈઝ મળી શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સરકાર ટૂંક સમયમાં હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) જેવા અન્ય ભથ્થાં વધારી શકે છે.
સરકારે માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે, ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધીને 42 ટકા થઈ ગયું છે.
હવે સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. જો 4 ટકાનો વધારો થશે તો ડીએ 46 ટકા થશે.

આ દરમિયાન સરકારે ડીએમાં વધારો કર્યો છે, પરંતુ કર્મચારીઓને મળતા અન્ય ભથ્થામાં વધારો કર્યો નથી. છેલ્લી વખત HRA જુલાઈ 2021માં લંબાવવામાં આવી હતી. જ્યારે DA 25%ને પાર કરી ગયો હતો. તે સમયે સરકારે ડીએ વધારીને 28 ટકા કર્યુ હતુ.
આ વખતે, જ્યારે DA 46 ટકાના સ્તરે પહોંચે ત્યારે HRAમાં સુધારો થવાની ધારણા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારી કર્મચારીઓના HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ)માં ટૂંક સમયમાં વધારો કરવામાં આવી શકે છે. જો એચઆરએમાં વધારો થશે, તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
સરકારી કર્મચારીઓને તેમના કાર્યકારી શહેર પ્રમાણે HRA આપવામાં આવે છે. દેશના શહેરોને ત્રણ કેટેગરીમાં X, Y અને Zમાં વહેંચવામાં આવ્યા છે. X વર્ગના શહેરોમાં કર્મચારીઓને તેમની મૂળભૂત આવકના 27 ટકાના દરે HRA ચૂકવવામાં આવે છે. જ્યારે Y વર્ગના શહેરોમાં તે 18 ટકાના દરે કરવામાં આવે છે. Z કેટેગરીના કર્મચારીઓને હાલમાં તેમના મૂળ પગાર પર 9% HRA મળે છે.
આગામી દિવસોમાં સરકારી કર્મચારીઓનો HRA 3% સુધી વધી શકે છે. X વર્ગના શહેરોમાં કર્મચારીઓના HRAમાં પણ 3% જ્યારે Y વર્ગના શહેરોમાં HRA 2% વધારી શકાય છે. બીજી તરફ ઝેડ કેટેગરીના શહેરોમાં કર્મચારીઓના HRAમાં 1%નો વધારો જોવા મળી શકે છે. શ્રેષ્ઠ સ્થિતિમાં, સરકારી કર્મચારીઓનો HRA 27% થી વધીને 30% થશે.












Click it and Unblock the Notifications
