Gratuity Rule: પગારમાંથી કપાય છે ગ્રેજ્યુટી, પણ પૈસા ક્યારે મળશે? જાણો સંપૂર્ણ ગણિત વિગતવાર
Gratuity Rule in gujarati: જ્યારે પણ આપણે કોઈ નવી કંપનીમાં જોડાઈએ છીએ, ત્યારે આપણે ઓફર લેટર ખૂબ જ ધ્યાનથી વાંચીએ છીએ. ઓફર લેટરમાં કંપની CTC, ઘર ભાડા ભથ્થા, બેઇઝિક પગાર અને અન્ય ઘણી સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવે છે. આ સુવિધાઓમાં, એક અન્ય સુવિધા છે, જેના પર ઘણા લોકો ખાસ ધ્યાન આપતા નથી.
અમે વાત કરી રહ્યા છીએ ગ્રેચ્યુટી વિશે. ગ્રેચ્યુઈટી પણ એક પ્રકારનું ભથ્થું છે. ઉલ્લેખનીય છે કે, ગ્રેચ્યુઇટીની રકમ તમારા પગારમાંથી કાપવામાં આવે છે. આ માહિતી કંપની દ્વારા ઓફર લેટર સાથે આપવામાં આવતી હોય છે. તમને ઓફર લેટરમાં તમારા પગારમાંથી કાપવામાં આવેલી ગ્રેચ્યુઇટીની રકમ વિશે માહિતી મળશે. આ અહેવાલમાં ગ્રેચ્યુટી સંબંધિત સવાલો વિશે ચર્ચા કરીશું.
કેટલી હોય છે ગ્રેચ્યુટીની રકમ?- કંપની ઓફર લેટરમાં જ જણાવે છે કે, CTC માં ગ્રેચ્યુઇટીનો હિસ્સો શું છે. જ્યારે પણ કોઈ કર્મચારીને પગાર મળે છે, ત્યારે તેમાંથી ગ્રેચ્યુઈટીની રકમ પહેલાથી જ કપાઈ જાય છે. અત્રે નોંધનીય બાબત છે કે, ઘણી કંપનીઓ બેઇઝિક પગારના 4.81 ટકા ગ્રેચ્યુટી તરીકે આપે છે.

સરકારે કર્મચારીઓ માટે ગ્રેચ્યુઈટી એક્ટ પણ બનાવ્યો છે. ગ્રેચ્યુઈટી એક્ટ 1972 મુજબ, ગ્રેચ્યુઈટી માટે દર મહિને બેઇઝિક પગારમાંથી 4.81 ટકા કાપવામાં આવે છે.
દાખલા તરીકે, જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા છે, તો ગ્રેચ્યુટીનો હિસ્સો 4.81 ટકા હશે. એટલે કે વાર્ષિક 24,050 રૂપિયા ગ્રેચ્યુઈટી ફંડમાં જમા કરવામાં આવશે. આનો અર્થ એ છે કે, કંપની દર મહિને વ્યક્તિના પગારમાંથી 2,000 રૂપિયા ગ્રેચ્યુટી તરીકે કાપે છે. જોકે, ગ્રેચ્યુઈટી ચૂકવવાની જવાબદારી કંપનીની છે, પરંતુ કંપની આ રકમ કર્મચારીના પગારમાંથી કાપી લે છે.
ગ્રેચ્યુઇટીની રકમ ક્યારે મળે છે? - ગ્રેચ્યુઈટી એક્ટ 1972 મુજબ, કંપનીએ તેના કર્મચારીઓ માટે ગ્રેચ્યુઈટીની જોગવાઈ રાખવી જરૂરી છે. આ કારણોસર, ગ્રેચ્યુઇટીની રકમ દર મહિને કર્મચારીના પગારમાંથી કાપવામાં આવે છે.
જ્યારે કોઈ કર્મચારી એક જ કંપનીમાં સતત 5 વર્ષ કામ કરે છે, તો તેને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. જો તે 5 વર્ષ પહેલા નોકરી છોડી દે અથવા કંપની બદલી નાખે, તો તેને ગ્રેચ્યુટીનો લાભ મળવાપાત્ર નથી.












Click it and Unblock the Notifications
