For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ગેસમાં 65 ટકા હિસ્સો જીએસપીસી હસ્તગત કરશે

|
Google Oneindia Gujarati News

gspc logo
અમદાવાદ, 4 ઑક્ટોબર : ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (જીએસપીસી) તેની સહયોગી કંપની (જીએસપીસી ગ્રુપ) સાથે મળીને ગુજરાત ગેસ કંપની લિમિટેડ (જીજીસીએલ)માં બહુમતી હિસ્સો હસ્ત કરવા અંગેની જાહેરાત બુધવારે 3 ઑક્ટોબર, 2012ના રોજ કરી હતી.

આ માટે જીએસપીસીએ બીજી ગ્રુપ (બીજી) પાસેથી જીજીસીએલનો 65.12 ટકા હિસ્સો ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જીએસપીસી જૂથની સંપૂર્ણ માલિકીની કંપની ગુજરાત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સ લિમિટેડ (જીડીએનએલ) દ્વારા જીડીનું શેર હોલ્ડિંગ હસ્તગત કરવામાં આવશે.

આ હસ્તાંતરણ રૂ. 295 પ્રતિશેરના ભાવે કરવામાં આવશે. આ માટે જીડીએનએલ રૂ. 2,463.8 કરોડ જીબીને આપશે. આ સોદો સેબી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને કરવામાં આવશે. આ માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પણ મંજૂરી લેવામાં આવશે.

English summary
GSPC along with its affiliates on Wednesday announced it would acquire a majority stake in Gujarat Gas Company Limited.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X