For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST સબ પેનલે 27 ટકાના રેવન્યુ ન્યુટ્રલ રેટની ભલામણ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 નવેમ્બર : આજે બધા રાજ્યોના નાણાં મત્રીઓની જીએસટી પર બેઠક મળી હતી. આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય રસકારના અધિકારીઓને સમાવતી એક પેટા કમિટીએ પ્રસ્તાવિત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી - GST) લગભગ 27 ટકાનો રેવન્યુ ન્યુટ્રલ રેટ નક્કી કરવાની ભલામણ કરી છે.

જીએસટીના ચીફએ કહ્યું કે એપ્રિલ 2016થી જીએસટી લાગૂ કરવાનો લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. કેન્દ્ર સરકાર સીજીએસટી, એસજીએસટી પર એક્ઝમ્પશન મર્યાદા જોઈએ છે. જીએસટી કાઉન્સીલ 6 માસમાં એમેન્ડમેન્ટ બિલમાં તૈયાર કરશે.

gst

રાજ્ય એમેન્ડમેન્ટ બિલની રચનાની સમીક્ષા કરશે. કેન્દ્રે હજી એમેન્ડમેન્ટ બિલ પર પોતાનો અભિપ્રાય આપવાનો બાકી છે. પેટ્રોલિયમ ને જીએસટી ના દાયરામાંથી બહાર રાખવું જોઈએ. રાજ્યોના કારણે જીએસટીમાં વિલંબ કરવામાં નહિ આવે.

રાજ્યના નાણા પ્રધાન સીજીએસટી, એસજીએસટી માટે રૂપિયા 10 લાખની એક્ઝેમ્પશન મર્યાદા નકકી કરશે. સીજીએસટી માટે 12.77% નો દર પ્રસ્તાવિત કરાયો છે. જ્યારે રાજ્યના જીએસટી કોમ્પોનન્ટમાં 13.91 ટકાનો જીએસટી પ્રસ્તાવિક કરવામાં આવ્યો છે. રાજ્યોએ વળતર પર ભાર મૂક્યો છે. રાજ્યોને સુધારેલા દરો પર 7 દિવસમાં પ્રતિક્રિયા આપવાની રહેશે. રાજ્યોના મંતવ્યોનો જીએસટી એમેન્ડમેન્ટ બિલમાં સમાવેશ કરવામાં આવશે. રાજ્યોએ વળતર પર ભાર આપ્યો છે.

English summary
GST sub panel backs revenue neutral rate of almost 27 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X