વધારાના 2જી સ્પેક્ટ્ર્મ ફાળવણી કેસની સુનવણી ટળી

telecom
નવી દિલ્હી, 22 એપ્રિલ : દિલ્હીની એક અદાલતે સોમવારે વધારાના 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કેસની સુનવણી 29 એપ્રિલ સુધી ટાળી છે. આ કેસમાં ભારતી એરટેલના મુખ્ય પ્રબંધ નિર્દેશક સુનિલ મિત્તલ અને એસ્સાર સમૂહના પ્રમોટર રવિ રૂઇઆ અને અન્યોને આરોપી બનાવવામાં આવ્યા છે.

આ કેસમાં મિત્તલ, રૂઇયા અને પૂર્વ ટેલિકોમ સચિવ શ્યામલ ઘોષ વિશેષ સીબીઆઇ ન્યાયાધિશ ઓ પી સૈની સમક્ષ હાજર રહ્યા હતા. અદાલતે સુપ્રીમ કોર્ટે 18 એપ્રિલના રોજ આપેલા આદેશનું પાલન કરતા સુનવણી મોકૂફ રાખી હતી.

સુપ્રીમ કોર્ટે 18 એપ્રિલના રોજ ન્યાયમૂર્તિ એ આર દવે દ્વારા સ્વયંને સુનવણીથી અલગ કર્યા બાદ નીચલી અદાલત સમક્ષ આ કેસને 29 એપ્રિલ સુધી ટાળી દીધો હતો. આ પૂર્વે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમજીત સેને પણ મિત્તલ અને રૂઇયાની અરજીઓની સુનવણી પર પોતાને અલગ કરી દીધા હતા. તેઓ મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીર દ્વારા રચવામાં આવેલી વિશેષ ન્યાયાધીશોની પીઠના સભ્ય હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X