Home Loan : હોમ લોન લેવી છે તો આ બેંકમાં તપાસ કરો, સૌથી સસ્તા વ્યાજે મળશે
આજકાલ હોમ લોન લેવી એ તમામ પરિવારોની મજબુરી છે. આ મજબુરીને કારણે ઘણા લોકોને પુરી માહિતી ન હોવાથી મોંઘા વ્યાજે હોમ લોન લેવી પડે છે.
જો કે આજે અમે તમને કેટલીક એવી બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો વ્યાજદર ઓછો છે. આ બેંકોમાંથી હોમ લોન લેવામાં તમને ઘણો ફાયદો થઈ શકે છે.

બેંક ઓફ ઈન્ડિયા
બેંક ઓફ ઈન્ડિયા ઘર ખરીદવા હોમ લોન આપે છે. બેંક ઓફ ઈન્ડિયાના વ્યાજ દર વાર્ષિક 8.30 ટકાથી શરૂ થઈ રહ્યા છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તમે તમારી પ્રોપર્ટીની કિંમતના 90 ટકા સુધીની લોન મેળવી શકો છો. આ સિવાય તમને 30 વર્ષ સુધીની ચુકવણીનો વિકલ્પ પણ મળે છે.
પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંક દ્વારા લોકોને ઘર ખરીદવા માટે રૂપિયા 30 લાખથી લઈને 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન આપવામાં આવી રહી છે. બેંક તેના પર વાર્ષિક 8.45 ટકાથી 10.5 ટકાના દરે વ્યાજ વસૂલશે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો તમે સરળતાથી ઓછા દરે હોમ લોન લઈ શકો છો. તેથી તમારે તમારો ક્રેડિટ સ્કોર વધુ સારો રાખવો જોઈએ.
બેંક ઓફ બરોડા
જો તમારો CIBIL સ્કોર સારો હોય તો તમને બેંક દ્વારા ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. પરંતુ ખરાબ CIBIL સ્કોર ધરાવતા લોકોને મોંઘી લોન મળે છે. બેંક ઓફ બરોડા લોકોને ઘર ખરીદવા માટે હોમ લોન પણ ઓફર કરી રહી છે, જેના પર બેંક દ્વારા વ્યાજ દર વાર્ષિક 8.4 ટકાથી 10.6 ટકા સુધી વસૂલવામાં આવે છે. બેંક દ્વારા વસૂલવામાં આવતું વ્યાજ તમારા CIBIL સ્કોર પર આધારિત છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
SBI અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લોકોને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવી રહી છે. SBI 8.4 ટકાના પ્રારંભિક વાર્ષિક વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. આ લોન ચૂકવવા માટે બેંક તમને 30 વર્ષનો સમય પણ આપી રહી છે. જો કોઈ મહિલા હોમ લોન લે છે તો SBI તેને વ્યાજ દર પર 0.05 ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપે છે.
HDFC બેંક
આ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે અને સસ્તું વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે. HDFC બેંક દ્વારા તમે 8.35 ટકાના વાર્ષિક વ્યાજ દરે 30 થી 75 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.












Click it and Unblock the Notifications
