For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : UANની મદદથી EPF કે પ્રોવિડન્ડ ફંડ કેવી રીતે એક્ટિવેટ કરવું?

|
Google Oneindia Gujarati News

અનેક એમ્પ્લોયર્સે તેમના કર્મચારીઓને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન - UAN) મળે તે માટેની કાર્યવાહી શરૂ કરી છે. જેના કારણે દેશમાં અનેક કર્મચારીઓ પાસે યુએએન નંબર આવી ગયા છે. જેની મદદથી આપ ઓનલાઇન આપનું બેલેન્સ ચેક કરી શકો છો, પાસબુક ડોઉનલોડ કરી શકો છો અને યુએએન કાર્ડ પ્રિન્ટ કરી શકો છો.

જે કર્મચારીઓને તેમનો યુએએન નંબર મળ્યો ના હોય, તેઓ પોતાના એચઆર ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધી શકે છે. આ માટે વ્યક્તિ ઇપીએફઓ પોર્ટલ દ્વારા યુએએનનું ઓનલાઇન સ્ટેટસ ચેક કરી શકો છો.

investment-6

આપની પાસે યુએએન નંબર આવે ત્યાર બાદ આપ તેનો ઉપયોગ કરી શકો તે માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. આ માટે નીચેની પ્રક્રિયા હાથ ધરી શકાય.

  1. EPFO-UANની વેબસાઇટમાં લોગિન કરો
  2. યુએએન આધારિત રજિસ્ટ્રેશન પર ક્લિક કરો
  3. આપે સૂચનાઓ વાંચી છે અને સમજી છે તેમ લખેલા બોક્સ પર ચેક કરો
  4. આપનો યુએએન નંબર અને મોબાઇલ નંબર દાખલ કરો
  5. સ્ટેટ અને ઓફિસ સિલેક્ટ કરો
  6. આપનો નંબર આઇડી ટાઇપ કરો
  7. કેસ સેન્સિટિવ શબ્દ ટાઇપ કરો
  8. ગેટ પિન પર ક્લિક કરો - આપને ઓથોરાઇઝેશન પિન નંબર મળશે
  9. પિન એન્ટર કરી સબમિટ કરો

આ સ્ટેજમાં આપનો યુએએન નંબર વેરિફાઇડ થશે.
ત્યાર બાદ આપ નેક્સ્ટ પેજ પર ક્લિક કરો જ્યાં આપ આપનું યુઝરનેમ અને પાસવર્ડ આપીને લોગિન તૈયાર કરી શકો છો.

આપનું લોગિન અને પાસવર્ડ એક્ટિવેટ કરાવ્યા બાદ યુએએન કાર્ડને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટઆઉટ લઇ શકો છો.

યુએએન કાર્ડ ડાઉનલોડ કરી પ્રિન્ટ લેવી

  1. લોગિન કરો (આપનું યુઝરનેમ આપનો યુએએન નંબર રહેશે)
  2. ડાઉનલોડ મેનુમાં જાવ અને ડાઉનલોડ યુએએન કાર્ડ નંબર વિકલ્પ પસંદ કરો
  3. ડાઉનલોર્ડ સિમ્બોલ પર ક્લિક કરો

આપ આપનું યુએએન કાર્ડ ડાઉનલોડ કરો પછી તેની પ્રિન્ટ કાઢી શકશો
વધારે માહિતી મેળવવા માટે નીચેની રીતે સંપર્ક કરી શકશો
Helpdesk Number : 1800 118 005
Helpdesk Email Id : [email protected]

English summary
How to activate EPF or Provident Fund Based on UAN?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X