For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં રહો કે વિદેશમાં; પાનકાર્ડ ઓનલાઇન મેળવી શકાશે

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 16 ઓક્ટોબર : આપની પાસે પાન કાર્ડ છે? પાન કાર્ડ નથી તો બનાવવું અનેક રીતે ઉપયોગી અને લાભકર્તા છે. પાન કાર્ડ બનાવવાનું છે પણ સમય મળી શકતો નથી? તો હવે સમયની ચિંતા કરવાની છોડો. કારણ કે હવે આપ ઓનલાઇન અરજી કરીને પાન કાર્ડ મેળવી શકો છો.

સરકારે આવકવેરા વિભાગ સાથે મળીને શરૂ કરેલી ઓનલાઇન પાન કાર્ડ અરજી સુવિધાને પગલે આપે ત્રીજી કોઇ વ્યક્તિને મળવાની જરૂર નથી...

pan-card-1

પાન કાર્ડ ઓનલાઇન કેવી રીતે મેળવી શકાશે?

1. આવકવેરાના નિયમો અનુસાર પાન કાર્ડ બનાવવા માટે આપે ફોર્મ 49એ ભરવું પડે છે. આ ફોર્મ આપને વેબસાઇટ પરથી મળી રહેશે.

2. NSDLની વેબસાઇટ પર જઇને લિંક https://tin.tin.nsdl.com/pan
પર આપ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. આ માટે આપ આપવામાં આવેલી લિંકનો ઉપયોગ કરી શકો છો. અહીં આપને પાનકાર્ડ માટે જરૂરી પ્રાથમિક માહિતી મળી શકશે.

3. વેબસાઇટ પર આપવામાં આવેલા ઓપ્શન્સ પર આપે ધ્યાનથી ક્લિક કરવાનું રહેશે. જો આપે પાન કાર્ડ તૈયાર કરાવવાનું છે તો તેના માટે અલગ ઓપ્શન છે. જો આપનું પાન કાર્ડ બની ગયું હોય અને તેમાં રહેલી ભૂલ સુધારવાની હોય તો તેના માટે ચેન્જ કે કરેક્શન પાનથી વિકલ્પ આપવામાં આવ્યો છે.

4. જો આપ નવું પાન કાર્ડ બનાનના માટે અરજી કરી રહ્યા હોવ તો તમામ માહિતી ભરીને ફોર્મને ઓનલાઇન સબમિટ કરી દેવું જોઇએ. ફોર્મ સબમિટ કર્યા બાદ આપને 15 આંકડાનો એન્લ્કોઝમેન્ટ નંબર જોવા મળશે. આ નંબરની પ્રિન્ટ લઇને તેને સાચવીને રાખવો પડશે.

5. આ એનક્લોઝમેન્ટ ફોર્મ આવકવેરા વિભાગને મોકલવાનું હોય છે. તેની સાથે આપે એડ્રેસ પ્રુફ, ઓળખપત્ર વગેરે જમા કરાવવાનું હોય છે. આ ફોર્મ પર પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ લગાવીને મોકલવાનો હોય છે. આ ફોટો જ આપના પાન કાર્ડ પર દર્શાવવામાં આવશે.

6. જો આપ ભારતમાં જ રહેતા હોવ તો પાન કાર્ડ એપ્લિકેશનની ફી કુલ 96 રૂપિયા ચૂકવવી પડે છે. જો આપ વિદેશમા રહો છો તો આપે રૂપિયા 962 ચૂકવવા પડશે.

English summary
How could apply online for PAN card?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X