For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2021: બજેટને દિવસે શેર માર્કેટ કેવું વલણ અપનાવે છે, જાણો 10 વર્ષના આંકડા

Union Budget 2021: બજેટને દિવસે શેર માર્કેટ કેવું વલણ અપનાવે છે, જાણો 10 વર્ષના આંકડા

|
Google Oneindia Gujarati News

દરેક વખતેની જેમ આ વખતે પણ શેર બજારને 1 ફેબ્રુઆરીએ આવનાર બજેટથી ઘણી ઉમ્મીદ છે. કાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થયા બાદ શેર બજારમાં ઘણી ઉથલ-પાથલ જોવા મળી શકે છે. જ્યારે આ વખતેના બજેટને લઈ શેર માર્કેટના જાણકારોનું કહેવું છે કે સરકારે કોરોના મહામારીને કારણે પ્રત્યેક સેક્ટરને થયેલ આર્થિક નુકસાનને જોતાં એવું બજેટ લાવવું પડશે જે રિફોર્મ અને વિકાસની ગતિને વધારવાનું કામ કરે.

10 વર્ષના ડેટા પર એક નજર

10 વર્ષના ડેટા પર એક નજર

જો બજેટ વાળા દિવસે સેંસેક્સના પાછલા 10 વર્ષના ઈતિહાસને જોઈએ તો માલૂમ પડે કે બજેટ રજૂ થવાના દિવસે બજારમાં મોટાભાગે ગિરાવટ જોવા મળે છે. પાછલા વર્ષે 30 શેર વાળો સેસેક્સ 2.43 ટકા એટલે કે 987.96 અંક ગગડી 39,735.53 અંક પર બંધ થયો હતો. આ પ્રકારે 50 શેર વાળો એનએસઈ નિફ્ટી પણ 2.66 ટકા એટલે કે 318.30 ટકા ગગડી 11,643.80 અંક પર આવી ગયો હતો. બંને ઈંડેક્સ માટે આ 2019 બાદ સૌથી ખરાબ દિવસ રહ્યો હતો. 2012 અને 2013માં પણ બજેટ રજૂ થયાના દિવસે બીએસઈ સેંસેક્સ 1 ટકાથી વધુ ગગડ્યો હતો. આ પ્રકારે 2014, 2016 અને 2018માં ક્રમશઃ 0.28 ટકા, 0.66 ટકા અને 0.16 ટકાની ગિરાવટ જોવા મળી હતી.

આ વર્ષોમાં સારું રિટર્ન પણ આપ્યું

આ વર્ષોમાં સારું રિટર્ન પણ આપ્યું

જો કે પાછલા 10 વર્ષમાં 4 વર્ષ એવાં પણ રહ્યાં જ્યારે બજેટ રજૂ થવાના દિવસે બજાર ગ્રીન માર્ક પર બંધ થવામાં સફળ રહ્યું. વર્ષ 2011, 2015, 2017 અને 2019માં સેંસેક્સ ક્રમશઃ 0.69 ટકા, 0.48 ટકા, 1.75 ટકા અને 0.58 ટકાની બઢત સાથે બંધ થયું. મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલ પાછલા સાત વર્ષના બજેટમાં સેંસેક્સ ચાર વખત 4 ટકા ગગળ્યું અને બાકીના 3 વર્ષમાં 7 ટકા સુધીનું રિટર્ન આપ્યું.

ગુડ ન્યૂઝઃ જાન્યુઆરીમાં રેકોર્ડ 1.20 લાખ કરોડનું GST કલેક્શન થયુંગુડ ન્યૂઝઃ જાન્યુઆરીમાં રેકોર્ડ 1.20 લાખ કરોડનું GST કલેક્શન થયું

રોકાણકારોને ઘણી ઉમ્મીદ

રોકાણકારોને ઘણી ઉમ્મીદ

આ વખતેના બજેટથી રોકાણકારોને ઘણી ઉમ્મીદો છે, જેમાની એક છે કે સરકાર કેપિટલ ગેન્સ ટેક્સને ખતમ કરવાનું એલાન કરશે અથવા લૉન્ગ ટર્મની પરિભાષા બદલીને બે વર્ષ કરી દે. આ વખતેના બજેટથી હરેક વર્ગને ઉમ્મીદ છે. નોકરિયાત લોકો ટેક્સની સીમા વધારાની ઉમ્મીદ લગાવીને બેઠા છે જ્યારે દેશના ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની ઉમ્મીદ લગાવીને બેઠા છે.

English summary
How Share Market reacts on budget day, check out data of 10 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X