For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધડામ થઈ જશે શેર બજાર, જો ફરી ન બની મોદી સરકાર

ધડામ થઈ જશે શેર બજાર, જો ફરી ન બની મોદી સરકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને કારણે શેર બજારમાં પણ હલચલ મચી છે. 7 તબક્કાની આ ચૂંટણીના 6 તબક્કા પૂરા થઈ ગયા છે, અને અંતિમ તબક્કાનું મતદાન 19મી મેના રોજ થનાર છે. આ દિવસે જ એક્ઝિટ પોલ પણ આવે. જો કે એક્ઝિટ પોલથી સરકાર નથી બનતી, પરંતુ શેર બજારને આ બનાવી કે બગાડી શકે છે. આ જ કારણ છે કે જાણકારોની સાથે લાખો રોકાણકારોના ધબકારા વધી ગયા છે. જો કે જાણકારોની વચ્ચે મંતવ્ય બની રહ્યું છે તેમાં એક સંભાવના સેંસેક્સના 40000 પાર જવાની છે, બીજી આશંકા તેના ધડામ થવાની પણ છે. શેર બજારના જાણકારો મોદી સરકારને લઈ 3 પ્રકારની સંભાવનાઓ વિશે વિચારી રહ્યા છે, પરંતુ હકીકત તો 23મી મેના રોજ જ સામે આવશે કે શેર માર્કેટ અપર સર્કિટ મારશે કે પછી લોઅર સર્કિટ.

2009માં લાગ્યું હતું અપર સર્કિટ

2009માં લાગ્યું હતું અપર સર્કિટ

2009માં કોંગ્રેસ ગઠબંધન વાળી યૂપીએ સરકાર બની હતી. આ એ ગઠબંધનની સતત બીજી જીત હતી. આ જીત બાદ બોમ્બે સ્ટોક એક્ચેન્જ અને નેશનલ સ્ટોક એક્સજેન્જ બંનેમાં અપર સર્કિટ લાગી હતી. આ અપર સર્કિટ દિવસમાં બે વાર લાગી હતી, અને કુલ મળીને 2099.21 અંક એટલે કે 17.24 ટકા માર્કેટ વધ્યું હતું, જ્યારે નિફ્ટી 636.40 અંક એટલે કે 17.33 ટકા વધ્યું હતું.

મોદી સરકાર બની ત્યારે કેવા હતા માર્કેટના હાલ?

મોદી સરકાર બની ત્યારે કેવા હતા માર્કેટના હાલ?

2014માં દેશમાં કેટલાય દશકો બાદ પૂર્ણ બહુમતની મોદી સરકાર બની હતી શેર બજારે આ રકારનું જોરદાર સ્વાગત કર્યું હતું, પૂર્ણ બહુમતના સમાચાર આવતા જ શેર બજારમાં રેકોર્ડતોડ તેજી નોંધાઈ હતી. પહેલી વાર શેર બજારે 25000 અંકનું સ્તર પાર કર્યું હતું. તે દિવસે શેર બજારનો સેંસેક્સ 1470 પોઈન્ટ વધી 25375.63 અંકના સ્તર પર બંધ રહ્યું હતું.

તજજ્ઞોની નજરમાં મોદી સરકારની જીત અથવા હારનું ગણિત

તજજ્ઞોની નજરમાં મોદી સરકારની જીત અથવા હારનું ગણિત

19 મે 2019ના રોજ એક્ઝિટ પોલ આવ્યા બાદથી લઈ 23 મે 2019 સુધી મોદી સરકારને લઈ ચર્ચાઓ જ ચર્ચાઓ રહેશે. પરંતુ જાણકારો મોદી સરકારને લઈ ત્રણેય સંભાવનાઓ પર પોતાનો મત બનાવી રહ્યા છે. પહેલો મત એ છે કે મોદી સરકાર પોતાના દમ પર આવી જશે. જ્યારે બીજી સંભાવના છે કે મોદી સરકાર તો બનશે, પરંતુ તેના માટે અન્ય પાર્ટીઓની મદદ લેવી પડશે. પરંતુ જાણકારો એ સંભાવના પર પણ વિચાર કરી રહ્યા છે કે મોદી સરકાર ન પણ બની શકે. ત્યારે આવો જાણીએ કે આ ત્રણેય સ્થિતિમાં શેર બજાર કેવું રહી શકે છે?

SBI નવું ATM કાર્ડ, ON-OFF કરવાની સુવિધા, સુરક્ષિત રહેશે તમારા પૈસા SBI નવું ATM કાર્ડ, ON-OFF કરવાની સુવિધા, સુરક્ષિત રહેશે તમારા પૈસા

મજબૂત મોદી સરકાર બની તો...

મજબૂત મોદી સરકાર બની તો...

શેરખાનના વાઈસ પ્રેસીડેન્ટ મૃદુલ કુમાર વર્મા અને ચોઈસ બ્રોકિંગના પ્રેસીડેન્ટ અજય કેજરીવાલ મુજબ જો મજબૂત મોદી સરકાર બને છે તો સેંસેક્સ આસાનીથી 40,000 અંકનો સ્તર અડી શકે છે. જેનું સૌથી મોટું કારણ નીતિઓમાં એકરૂપતા બનવું રહેશે. આ ઉપરાંત કારોબારીઓને લાગે છે કે મજબૂત મોદી સરકારસુધારાઓને વધુ તેજીથી આગળ વધારશે, જેનાથી શેર બજારમાં મજબૂતી મળશે.

કમજોર મોદી સરકાર બની તો

કમજોર મોદી સરકાર બની તો

કમજોર મોદી રકાર બની એટલે કે અન્ય દળોના સમર્થનને લઈ જો મોદી સરકાર બનાવવી પડે તેવી સ્થિતિમાં શેર બજારમાં દબાણ જોવા મળી શકે છે. શેરખાનના વાઈસ પ્રેસિડેન્ટ મૃદુલ કુમાર વર્મા મુજબ આવું થવા પર બની શકે કે કેટલાક સમય સુધી શેર માર્કેટ સ્થિર રહે, પરંતુ ગિરાવટની આશંકા નહિ રહે. જ્યારે ચોઈસ બ્રેકિંગના પ્રેસીડેન્ટ અજય કેજરીવાલ મુજબ શેર બજાર આ ફેક્ટરને પહેલેથી જ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. પાછલા કેટલાક દિવસોથી શેર બજારની ગિરાવટ તે સ્તર પર આવી ગઈ છે, જ્યાં મોદી સરકારને બાહરી સમર્થનની જરૂર પડે. જો ચૂંટણી બાદ આ ફેક્ટર બને છે તો શેર માર્કેટમાં કડાકો નહિ થાય.

જો ન બની મોદી સરકાર

જો ન બની મોદી સરકાર

શેરખાનના વાઈસ પ્રેસિડેન્ટ મૃદુલ કુમાર વર્માએ જણાવ્યું કે આવા પ્રકારનો મત રાખનાર પણ છે કે મોદી સરકાર નહિ બને. જો આવું થાય તો શેર બજારમાં તુરંત ભૂકંપ આવશે. જ્યારે ચોઈસ બ્રોકિંગના અજય કેજરીવાલે કહ્યું કે ચૂંટણી બાદ આ ્થિતિ પણ બની શકે છે. પરંતુ આવી સ્થિતિ થાય તો બની શકે કે તુરંત શેર બજારમાં મોટો કડાકો બોલી શકે છે, પરંતુ આ વધુ દિવસ નહિ ચાલે અને નવી સરકારની નીતિઓને જોતા શેર બજારની ચાલ નક્કી થશે. તેમના મુજબ કોઈપણ સરકાર શેર બજારની ઉપેક્ષા કરીને ન ચાલી શકે, માટે એવી સ્થિતમાં વધુ ચિંતાની વાત નથી.

RBIની આ એપ અસલી અને નકલી નોટ ઓળખવામાં મદદ કરશેRBIની આ એપ અસલી અને નકલી નોટ ઓળખવામાં મદદ કરશે

English summary
how share market will effect on lok sabha election result day in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X