For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત મોકલવામાં આવેલી રકમ પર સર્વિસ ટેક્સ NRIsને કેવી રીતે અસર કરશે?

|
Google Oneindia Gujarati News

NRIs માટે રેમિટન્સ કોસ્ટમાં વધારો થઇ શકે એમ છે. જો NRIs વિદેશથી ભારતમાં નાણા મોકલતા હોય તેમણે હવે વધારે કર ચૂકવવો પડી શકે છે. ઓક્ટોબર 2014માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ફી કે કમિશન તરીકે 12.36 ટકા લેખે સર્વિસ ટેક્સ લાદવાનો પરિપત્ર પાઠવ્યો છે. આ ચાર્જીસ વિદેશથી ભારત નાણા ટ્રાન્સફર કરવામાં મદદ કરતી સંસ્થાઓને આ ચાર્જ વસૂલ કરવા માટે જણાવ્યું છે.

રેમિટન્સ બિઝનેસ કેવી રીતે કામ કરે છે?
સામાન્ય રીતે સ્થાનિક કંપનીઓ વિદેશથી જે ચેક આપે છે તેને ભારતની બેંકોમાં જમા કરાવવાના હોય છે. તે ભારતમાં પેમેન્ટ માટે ઇન્ટરમિડિયેટરી એટલે કે વચેટિયા તરીકે કામ કરે છે. આ બાબત અન્ય પ્રકારના ટ્રાન્સફર્સ પર પણ અમલી બને છે. જેમાં RTGSનો પણ સમાવેશ થાય છે.

personal-finance-investment-7

ઉદાહરણ તરીકે ઓમાનથી જ્યારે નાણા ટ્રાન્સફર કરવાના હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) મહત્વના પ્લેયર છે. આ ઉપરાંત મિડલ ઇસ્ટના દેશોમાં યુનિયન બેંક, કેનેરા બેંક, સિન્ડિકેટ બેંક અને અન્ય સરકારી માલિકીની સંસ્થાઓ પોતાની માલિકીના એક્સચેન્જીસ ચલાવે છે. આ મેનેજમેન્ટમાં વિદેશમાં નોંધાયેલા એક્સચેન્જ હાઉસીસી નાણાની ટ્રાન્સફર કરે છે.

નાણાની ટ્રાન્સફર પર સર્વિસ ટેક્સ કેવી રીતે લાગુ પડે છે?
અમે ભારતમાં નાણાના ટ્રાન્સફર માટે NRIsને લાગતા સર્વિસ ટેક્સ અંગે વાત કરીશું. આમ તો આ ટેક્સ લાગે છે પણ નથી પણ લાગતો, વાસ્તવમાં આ ટ્રાન્સફરનો બધો જ ખર્ચો બેંકો કે સંસ્થાઓ ભોગવે છે, જેના કારણે એનઆરઆઇ સુધી તેનો ખર્ચ આવતો નથી. આમ છતાં આ અંગેના નિયમો ખાસ સ્પષ્ટ નથી.

આ ટ્રાન્સફર પર ટેક્સ લાગે છે એટલે કોઇકે તો તે ચૂકવવો જ પડે છે. જો એક્સચેન્જ હાઉસીસ સર્વિસ ટેક્સ ભોગવે તો તે બેંક અને એજન્સીને ટ્રાન્સફર કરે છે. આ એજન્સીઓ અને બેંકો રેમિટન્સ બિઝનેસમાં રોકાયેલા હોય છે. તેઓ ચોક્કસ માર્જિન સાથે વસૂલ કરે છે. તેવી જ રીતે વિદેશના એક્સચેન્જ હાઉસીસ વિદેશમાંથી નાણા વસૂલ કરવા માટે સર્વિસ ચાર્જીસ વસૂલ કરે છે.

English summary
How Will the Service Tax on Remittances to India Affect NRIs Abroad?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X