સેમસંગ-નોકિયાને ટક્કર આપશે આ ચાઇનીઝ મોબાઇલ
ચાઇનીઝ સ્માર્ટફોન મેકર હુવાઇએ ભારતીય મોબાઇલ બજારમાં નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન જી 6 રૂપિયા 16,999માં લોન્ચ કર્યો છે. મિડ રેન્ડ સેગમેન્ટ હેઠળ બજારમાં ઉતારવામાં આવેલો નવો જી 6 ઓનલાઇન સાઇટ ફ્લિપકાર્ટથી ખરીદી શકાય છે.
મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન હુવાઇએ જી6ને ગ્લોબલી મીડિયાપેડ એમ1 અને મીડિયા પેડ એક્સ 1 સાથે એનાઉન્સ કર્યો હતો. આ મહિને હુવાઇનો ઓનર 3સી પણ બજારમાં ઉતારવામાં આવ્યો, જે ફ્લિપકાર્ટમાં હાલ રૂપિયા 14,999માં ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ 4.3 જેલીબીન ઓએસ પર રન કરનારા જી 6માં હુવાઇનું 2.0 ઇમોશુ યુઆઇ આપવામાં આવ્યું છે, જે તેને બીજા ફોનથી અલગ બનાવે છે. તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ આ ફોનમાં આપવામાં આવેલા ફીચર પર.

સ્ક્રીન
જી 6માં 4.5 ઇંચની ક્યુએચડી સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં તમે તમારી મનપસંદ મૂવી અને ગેમ રમી શકો છો. સ્ક્રીનમાં 245 પિક્સલ પર ઇચ સપોર્ટ આપવામાં આવ્યો છે.

ડેટા સ્પીડ
જી 6માં 21.1 એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ છે અને 5.76 એમબીપીએસની અપલોડ સ્પીડ મળે છે, જેની મદદથી તમે તમારા ફોનનો ડેટા ફાસ્ટ સ્પીડથી ટ્રાન્સફર કરી શકો છો.

કેમેરા જી
જી6માં 8 મેગા પિક્સલ રિયર કેમેરા લિડ ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે, જેમાંસોની સેંસર લાગેલું છે જે ઓછી રોશનીમાં પણ બ્રાઇટ તસવીરો આપે છે. આ ઉપરાંત ફોટોમાં અનેક પ્રકારના ફિલ્ટરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ સેલ્ફી માટે 5 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા લાગેલો છે.

ઓપરેટિંગ સિસ્ટમ
ફોનમાં એન્ડ્રોઇડનું 4.3 જેલીબીન ઓએસ 2.0 હુવાઇ ઇમોશન સાથે આપવામાં આવ્યું છે, જેથી તમે 1000 કરતા વધારે થીમ ડાઉનલોડ કરી શકો છો.

પ્રોસેસર
જી 6માં 1.2 ગીગાહર્ટ્ઝનું ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે 1 જીબી રેમ સાથે ફાસ્ટ પરફોર્મન્સ આપે છે. તેની મદદથી તમે ફોનમાં મલ્ટી પર્પઝ કામ કરી શકો છો.

બેટરી
જી 6માં 2000 એમએએચની લીયોન બેટરી આપવામાં આવી છે, જેમાં 3 લેવલનું એનર્જી મેનેજમેન્ટ આપવામાં આવ્યું છે, જે ફોનનો બેટરી ટાઇમ 30 ટકા સુધી સેવ કરે છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
