For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેક્સ ફ્રી બોન્ડ્સ : ટેક્સ પેયર્સ માટે આકર્ષણનું કારણ શું છે?

|
Google Oneindia Gujarati News

HUDCO ટેક્સ ફ્રી બોન્ડ્સ હાઇએસ્ટ ટેક્સ બ્રેકેટમાં આવનારા કરદાતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. આ બોન્ડ્સ એનએસઇ અને બીએસઇ પર લિસ્ટેડ થયેલા છે. આ બોન્ડ્સ હાઇએસ્ટ ટેક્સ બ્રેકેટમાં આવનારાઓ માટે સારા છે એમ કહી શકાય.

HUDCO ટેક્સ ફ્રી બોન્ડ્સ કેવી રીતે સારા છે તે જોઇએ :
ઉદાહરણ તરીકે આપ હાઇએસ્ટ ટેક્સ બ્રેકેટમાં આવો છો. આનો અર્થ એ થયો કે આપ વાર્ષિક 30 ટકા ટેક્સ ભરો છો અને આપની વાર્ષિક આવક રૂપિયા 10 લાખ કરતા વધારે છે.

tax-12

હવે જો આપની પગારની આવક રૂપિયા 10,00,000 છે અને બેંક ડિપોઝિટમાંથી વ્યાજની આવક રૂપિયા 2,00,000 જેટલી છે. તો આપની કુલ કરપાત્ર આવક રૂપિયા 12,00,000 થાય છે.

હવે આપ એમ કરો છો કે બેંક ડિપોઝિટમાં નાણા રોકવાને બદલે આપે HUDCO ટેક્સ ફ્રી બોન્ડ્સમાં રોકાણ કરો છો. જેના પર આપને 8.2 ટકા અને 8.1 ટકા વ્યાજ મળે છે. હવે આ બોન્ડ્સ પર આપને જે આવક મળે છે કે કરમુક્ત છે. સીધી વાત કરીએ તો બેંક ડિપોઝિટનું વ્યાજ આપની કરપાત્ર આવકમાં વધારો કરે છે. જ્યારે HUDCO ટેક્સ ફ્રી બોન્ડ્સ આપને વ્યાજ પર કરમાંથી મુક્તિ આપે છે.

HUDCO ટેક્સ ફ્રી બોન્ડ્સ ક્યાંથી ખરીદી શકાય?
વિવિધ સમયગાળા માટેના HUDCO ટેક્સ ફ્રી બોન્ડ્સ ગયા વર્ષે અને તેના પહેલાના વર્ષે બહાર પાડવામાં આવ્યા હતા. તેને નેશનલ સ્ટોક એક્સચેન્જમાંથી ખરીદી શકાય છે. એન2 સિરિઝના બોન્ડ્સ 8.2 ટકા વ્યાજ આપે છે. જ્યારે એન1 સિરિઝના બોન્ડ્સ 8.1 ટકા વ્યાજ આપે છે.જ્યારે એન4 સિરિઝના બોન્ડ્સ 7.34 ટકા વ્યાજ આપે છે.

અહીં એક વાત નોંધવા જેવી છે કે એન2 અને એન3 સિરિઢના બોન્ડમાં વધારે વ્યાજ મળતું હોવાથી તે વધારે આકર્ષક છે.એન2 સિરિઝના
બોન્ડ્સ રૂપિયા 1155ના ભાવે ટ્રેડ થઇ રહ્યા છે. જો આપ તેને વર્તમાન ભાવે ખરીદશો તો આપનું વળતર ઘટશે. આપે તેને આકર્ષક ભાવે ખરીદવા જોઇએ જેથી આપનું વળતર જળવાઇ રહે.

અહીં નોંધવા જેવી બાબત એ છે કે 10 ટકા અને 20 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવતા લોકો માટે આ બોન્ડ્સ વધારે આકર્ષક નથી. આ બોન્ડ્સ 10, 15 અને 20 વર્ષના સમયગાળાના હોય છે. જો કે આપે તેને થોડા ઓછા વર્ષો માટે રાખવા પડશે કારણ કે તેને રજૂ કર્યો થોડો સમય થયો છે.

નોંધનીય છે કે ટેક્સ ફ્રી બોન્ડ્સમાં લિક્વિડિટી ઓછી હોય છે.

English summary
HUDCO Tax Free Bonds: Why They Look Attractive For Tax Paying Individuals?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X