કિંગફિશરના સ્ટાફનો પગાર કરવા મારી પાસે પૈસા નથી : માલ્યા

માલ્યાએ જણાવ્યું કે તમારો પગાર ચૂકવવા માટે મારી પાસે નાણા નથી કારણ કે હું આ માટે યુનાઇટેડ સ્પિરિટ્સ અને ડિયાજિઓ સોદાથી પ્રાપ્ત નાણાનો ઉપયોગ કરી શકુ તેમ નથી. કારણ કે આ માટે કર્ણાટકની અદાલતે પ્રતિબંધ મૂકેલો છે.
માલ્યાએ કર્મચારીઓને એમ પણ જણાવ્યું કે એરલાઇનના મુખ્ય કાર્યકારી અધિકારી સંજય અગ્રવાલ તેમની સાથે બેઠક યોજશે. આ દરમિયાન કર્મચારીઓએ જણાવ્યું કે માલ્યા સાથેની તેમની બેઠકમાં કોઇ ઠોસ પરિણામ પર પહોંચાયું નથી. આ કારણે તેઓ ભૂખ હડતાલ ચાલુ રાખશે.
જો કે સંકટથી ઘેરાયેલી એરલાઇન ફિંગફિશરના કર્મચારીએ શુક્રવારે મોડી સાંજે પોતાની ભૂખ હડતાલ પાછી ખેંચી લીધી છે. સૂત્રોએ જણાવ્યું કે કર્મચારીઓ અને કંપનીના સીઇઓ સંજય અગ્રવાલ વચ્ચે થયેલી વાતચીત બાદ કર્મચારીઓએ ભૂખ હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.












Click it and Unblock the Notifications
