For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભારતના ટોપ 612 ધનકુબેરો વિદેશમાં ચલાવે છે નકલી કંપની'

|
Google Oneindia Gujarati News

tax theft
નવી દિલ્હી, 4 એપ્રિલ: ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટે એક મોટો ખુલાસો કરતા દાવો કર્યો છે કે ભારતના 612 ટોપ ઉદ્યોગપતિઓએ ટેક્સ ચોરી કરી વિદેશોમાં નકલી કંપનીઓ ખોલીને રૂપિયા લગાવ્યા છે. તેમાં એક કોંગ્રેસ સાંસદના નામનો પણ સમાવેશ થાય છે. આઇસીઆઇજેએ 170 દેશોના 1.2 લાખ ફર્મ્સ, ટ્રસ્ટ અને એજેન્ટ્સ અંગે આ મહત્વનો ખુલાસો કર્યો છે. આમાં 612 ભારતીયોના નામનો સમાવેશ થાય છે.

આઇસીઆઇજેના આ ખુલાસામાં કોંગ્રેસના લોકસભા સાંસદ વિવેકાનંદ ગદ્દમ અને રાજ્યસભા સભ્ય અને કિંગફિશરના માલિક વિજય માલ્યાના નામનો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતના ટોપ બિઝનેઝમેન રવિકાંત રુઇયા, સમીર મોદી, ચેતન બર્મન, અભય કુમાર ઓસવાલ, તેજા રાજૂ, સૌરભ મિત્તલ વગેરેના પણ બ્રિટિશ વર્ઝિન આઇલેન્ડ, કુક આઇલેન્ડ, સમોઆ જેવા ટેક્સ હૈવન સમજનાર દેશોમાં નકલી કંપનીઓ ખોલીને પૈસા લગાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ દેશોમાં રૂપિયા લગાવતા આરબીઆઇ અને FEMAના નિયમોનું ખુલ્લેઆમ હનન થઇ રહ્યું છે. આઇસીઆઇજેએ બધાની ટ્રાંજેક્શન ડીટેલ્સ પણ જારી કરવામાં આવી છે.

ટ્રાંજેક્શનની ડિટેલ્સ 2.5 સિક્રેટ ફાઇલમાં હાજર છે. આ ફાઇલમાં લગભગ 260 જીબી ડેટા છે. આમાં છેલ્લા 30 વર્ષોના લગભગ બે લાખ ઇમેલ્સનો પણ સમાવેશ થાય છે. આ સિક્રેટ ફાઇલોમાં કંપનીયોના કેશ ટ્રાંસફરના તમામ આંકડાઓ અને કેટલાંક લોકોની કંપનીઓ સાથેના સંબંધોની પણ ડિટેલ્સ છે. આ દસ્તાવેજ 2010માં વિકિલીક્સના અમેરિકી વિદેશ વિભાગના લીક કરવામાં આવેલા દસ્તાવેજોથી 160 ગુનાઓ બતાવવામાં આવી રહ્યા છે.

શું છે આ આઇસીઆઇજે: આઇસીઆઇજે એક ઇન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટોનું એક સંગઠન છે. આનું વડુમથક વોશિંગ્ટનમાં છે. તેના નેટવર્કમાં અલગ-અલગ દેશોના ઘણા સ્વતંત્ર ઇન્વેસ્ટિગેટિવ પત્રકારો જોડાયેલા છે. આની સાથે જ આઇસીઆઇજે સાથે ઘણા મીડિયા સંગઠન પણ જોડાયેલા છે.

English summary
Global media investigation finds 612 Indian firms in tax havens.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X