ICRAએ ઊંચા વ્યાજદરને કારણે આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડ્યું
મુંબઇ, 25 ઓક્ટોબર : રેટિંગ એજન્સી ઇક્રા - ICRAએ વર્ષ 2013-14 માટે ભારતના આર્થિક વૃદ્ધિ એટલે કે જીડીપીનું અનુમાન 0.20 ટકા ઘટાડીને 4.7થી 4.9 વચ્ચે રહે એમ જણાવ્યું છે. આ પાછળનું કારણ જણાવતા એજન્સીએ કહ્યું છે કે ઊંચા વ્યાજદરોને કારણે અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર થશે જેના કારણે આર્થિક વૃદ્ધિ ઘટશે.
ઇક્રાના સીઇઓ નરેશ ઠક્કરે જણાવ્યું કે 'અમારું માનવું છે કે બીજા છ માસિક ગાળામાં રેપો રેટમાં 0.5 ટકાની વૃદ્ધિ થશે, જેના કારણે વ્યાજ દર મજબૂત બનવાની સંભાવના છે. તેના આધારે અમે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિદર 4.7થી 4.9 ટકાની વચ્ચે રહેવાનું અનુમાન છે. આ પહેલા વૃદ્ધિદર 4.9થી 5.1 ટકાની વચ્ચે રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું કે રિઝર્વ બેંક આગામી સપ્તાહમાં બીજી ત્રિમાસિક આર્થિક નીતિની સમીક્ષામાં ફુગાવા સંબંધિત ચિંતાને કારણે આર્થિક નીતિમાં વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારે કરી શકે એમ છે.












Click it and Unblock the Notifications
