ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય તો શું કરશો?
ઘણીવાર એવું થાય છે કે ભૂલથી આપણે પૈસા કોઈના ખાતામાં ટ્રાન્સફકરી દઈએ છીએ. આવા સમયે આપણે શું કરવું જોઈએ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી.
ઘણીવાર એવું થાય છે કે ભૂલથી આપણે પૈસા કોઈના ખાતામાં ટ્રાન્સફકરી દઈએ છીએ. આવા સમયે આપણે શું કરવું જોઈએ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી. પરંતુ ચિંતા ન કરો અમે તમને જમાવીશું. ડિજિટલ થઈ રહેલા ભારતમાં ઈન્ટરનેટના ઉપયોગથી આખા દેશમાં પૈસા મોકલવા જેટલા સહેલા થયા છે, તેટલું જ જોખમ પણ વધ્યું છે. જો તમે પણ આવી કોઈ સમસ્યામાં ફસાયા છો, તો પૈસા પાછા મેળવવાની રીત અમે તમને જણાવીશું.

સૌથી પહેલા બેન્કને જાણ કરો
જેવા ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય તો સૌથી પહેલા પોતાની બેન્કને આ અંગે માહિતી આપો. બેન્ક મેનેજર સાથે મુલાકાત કરો, ઈ મેઈલ કરો કે પછી ફોન દ્વારા પણ જાણી કરી શકો છો. પરંતુ સૌથી મહત્વનું એ છે કે તમારે બેન્કને ટ્રાન્ઝેક્શનની તારીખ, ખાતા નંબર, પૈસા મોકલવાનો સમય, અમાઉન્ટની માહિતી, બેન્ક સ્ટેટમેન્ટમાંથી ડેબિટની એન્ટ્રી આપવી જરૂરી છે. તમે તમારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીન શોટ પણ આપી શકો છે. જો પૈસા એક જ બેન્કના ખોટા ખાતામાં ગયા છે, તો પાછા લેવા સરળ છે. પરંતુ જો બીજી બેન્કના ખોટા ખાતામાં જાય તો તમારે મુશ્કેલી પડી શકે છે.

તરત પગલાં લો
બેન્કમાંથી જાણો કે પૈસા જેને મળ્યા છે તે વ્યક્તિને જાણ કરો. જો તમે જેને બૂલથી પૈસા મોકલ્યા છે તે વ્યક્તિનું અને તમારું અકાઉન્ટ એક જ બ્રાંચમાં છે, તો તમારા પૈસા પાછા આવી જશે. પરંતુ જો સેન્ડર કે રિસીવરના પૈસા જુદા જુદા બેન્ક ખાતામાં છે તો તમારે ડિટેઈલમાં માહિતી બેન્કને આપવી પડશે. તમારે જાતે જ રિસીવરને ફોન કરવો જોઈએ. જો પૈસા મેળવનાર વ્યક્તિ બેન્કની વાત ન માને તો તમે પોલીસ ફરિયાદ કરી શકો છો. મોટા ભાગના કેસમાં પૈસા મેળવનાર વ્યક્તિ પાછા આપવાની ના પાડી દે છે. ત્યારે FIR સિવાયનો વિકલ્પ નથી.

આ વાત રાખો યાદ
ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતા પહેલા 2 વાર અકાઉન્ટ નંબર ચેક કરો. IFSC કોડ સાચો ટાઈપ કરો. RBIની ગાઈડલાઈન્સ અનુસાર તમામ જવાબદારી મોકલનારની હોય છે. બેન્ક માટે આવા કોઈ નિયમ નથી કે તે તમામ માહિતી તપાસીને પૈસા ટ્રાન્સફર કરે, એટલે તમે ધ્યાન રાખો.
જો પહેલીવાર પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો, તો પહેલા નાની રકમ મોકલી ચેક કરો. ઓનલાઈન પેમેન્ટમાં આ ટેસ્ટ ફોર્મ્યુલા કામ લાગે છે. કાયદાકીય કાર્યવાહીમાં ફસાવા કરતા એ વધુ જરૂરી છે કે તમે સાવધાની રાખો અને ખોટા ખાતામાં ટ્રાન્સફર કરવાથી બચો.

પૈસા મોકલતા પહેલા 2 થી 3 વખત કરો ચેક
હંમેશા ધ્યાન રરાખો કે એક પણ આંકડો આડો અવળો થયો તો પૈસા ખોટી જગ્યાએ જતા રહેશે. એટલે પૈસા ટ્રાન્સફર કરતા પહેલા નંબર ધ્યાનથી ટાઈપ કરો અને બેથી ત્રણ વાર ચેક કરો બરાબર નંબર ચેક કર્યા બાદ જ ટાઈપ કરો. ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર ન કરો.
આ પણ વાંચો: સરકારી બેંકોનો ખુલવાનો સમય બદલાઈ ગયો, નવા સમયે બેંકો ખુલશે












Click it and Unblock the Notifications
