For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી બેંકોનો ખુલવાનો સમય બદલાઈ ગયો, નવા સમયે બેંકો ખુલશે

બેંક ખાતાધારકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં બેંકોનો ખુલવાનો સમય બદલાવાનો છે. હમણાં સુધી સરકારી બેંકો સવારે 10 થી સાંજના 5 સુધી ખુલ્લી રહે છે

|
Google Oneindia Gujarati News

બેંક ખાતાધારકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં બેંકોનો ખુલવાનો સમય બદલાવાનો છે. હમણાં સુધી સરકારી બેંકો સવારે 10 થી સાંજના 5 સુધી ખુલ્લી રહે છે, પરંતુ બેંકોના ખુલવાના સમય જલ્દી બદલાવા જઈ રહ્યા છે. રાજ્ય સંચાલિત બેંકો નો ખુલવનો સમય સપ્ટેમ્બરથી બદલાવા જઈ રહ્યો છે. સપ્ટેમ્બરથી સરકારી બેંકો સવારે 10 ની જગ્યાએ સવારે 9 વાગ્યે ખુલશે. જો કે, તમને જણાવી દઈએ કે તેની સત્તાવાર ઘોષણા બાકી છે.

સરકારી બેંકોનો ખુલવાનો સમય બદલાયો

સરકારી બેંકોનો ખુલવાનો સમય બદલાયો

સરકારી બેંકોનો ખુલવાનો સમય બદલવા જઈ રહ્યા છે. સપ્ટેમ્બરથી સરકારી બેંકોનો ખુલવાનો સમય બદલાશે. હમણાં સુધી બેંકોની કામગીરી 10 વાગ્યા પછી શરુ થતી હતી, પરંતુ સપ્ટેમ્બરથી સવારે 9 વાગ્યાથી શરૂ થશે. નાણાં મંત્રાલયના બેંકિંગ વિભાગે નિર્ણય લીધો છે કે તમામ સરકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સપ્ટેમ્બરથી સવારે 9 વાગ્યે ખુલશે.

એક સરખા સમયે ખુલશે બેંકો

એક સરખા સમયે ખુલશે બેંકો

નાણાં મંત્રાલયના બેંકિંગ વિભાગે નિર્ણય લીધો છે કે દેશભરની બેંકોનો ખુલવાનો સમય એક કરવામાં આવશે. દેશભરની બેંકોનો ખુલવાનો સમય એક સમાન કરવાના હેતુથી સરકારી બેંકોનો સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકિંગ ડિવિઝનએ જૂન મહિનામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બેંકની શાખાઓ ખુલવાનામાં સમયમાં ફેરફાર કરવામાં આવશે.

ત્રણ વિકલ્પો પર વિચાર

ત્રણ વિકલ્પો પર વિચાર

24 જૂનના રોજ રચાયેલી ગ્રાહક સુવિધા અંગેની પેટા સમિતિની બેઠકમાં ભારતીય બેન્કિંગ એસોસિએશ RBA એ બેંકની શાખા ખોલવાનો ત્રણ સમયનો વિકલ્પ આપ્યો હતો. જેમાં પ્રથમ વિકલ્પ સવારે 9 થી બપોરના 3 સુધી, બીજો વિકલ્પ સવારે 10 થી સાંજના 4 અને ત્રીજો વિકલ્પ સવારે 11 થી સાંજના 5 સુધી આપવામાં આવ્યો હતો.

ગ્રાહકની સુવિધાની કાળજી

ગ્રાહકની સુવિધાની કાળજી

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ગ્રાહકોની સગવડતાને ધ્યાનમાં રાખીને બેંકોનો ખુલવાનો સમય નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યાં ગ્રાહકો મોડા સુધી બેંકની સેવાઓ ઇચ્છે છે ત્યાં બેંકોના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ત્યાં બેંકો પહેલાની જેમ સવારે 10 કે 11 વાગ્યાની જેમ ખુલશે. નાણાં મંત્રાલયના બેંકિંગ વિભાગનો આ નિર્ણય તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી) ને લાગુ પડશે.

આ પણ વાંચો: ભારતીય ઓટો સેક્ટર ખરાબ તબક્કા, 4 મહિનામાં 3.5 લાખ નોકરીઓ ગઈ

English summary
The opening hours of the government banks have changed, the banks will open at a new time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X