IFCI NCDs જાન્યુઆરી 2015: સબસ્ક્રાઇબ કરી શકાય?

ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (IFCI) એક વધુ એનસીડી લઇને આવ્યું છે. આ પહેલા ઓક્ટોબર 2014માં એક એનસીડી લોન્ચ કર્યું હતું. આ વખતે ફેર એટલો જ છે કે વ્યાજદર 10 ટકાથી ઘટીને મહત્તમ 9.5 ટકા થઇ ગયો છે.

ઇશ્યુની વિગતો
IFCI NCDs મારફતે માર્કેટમાંથી રૂપિયા 25 કરોડ એકત્ર કરવા માંગે છે. આ ઇશ્યુ 1 જાન્યુઆરીના રોજ ખુલ્યો છે. તે 4 ફેબ્રુઆરીના રોજ બંધ થશે. રેટિંગ એજન્સી CARE દ્વારા તેને A રેટિંગ આપવામાં આવ્યું છે. NCDSની ફેસ વેલ્યુ રૂપિયા 1000 છે. તેમાં ઓછામાં ઓછા 10 એનસીડી લઇને સબસ્ક્રાઇબ કરી શકાય છે. એટલે કે આપે સબસ્ક્રાઇબ કરવા માટે ઓછામાં ઓછા રૂપિયા 10,000ની રકમ રોકવી પડશે.

investment-25

વ્યાજ દર અને અન્ય વિગતો :
પાંચ વર્ષના સમયગાળા માટે IFCI દ્વારા 9.45 ટકાનો વ્યજદર પુરો પાડવામાં આવે છે. જ્યારે 10 વર્ષના સમયગાળા વાળા એનસીડી પર 9.50 ટકા વ્યાજ મળે છે. તેના પર દર વર્ષે અથવા દર 6 મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે.

તેમાં સબસ્ક્રાઇબ કરવું જોઇએ?
વર્તમાન સમયમાં વ્યાજના દર ઘટી રહ્યા છે. બે મહિના પગેલા જ એનસીડી પર 10 ટકા વ્યાજ મળતું હતું, હવે ઘટીને 9.5 ટકા થઇ ગયું છે. આગામી સમયમાં મોટા ભાગની બેંકો વ્યાજદર ઘટાડશે. જેના કારણે કોઇ પણ સારી બેંક 9.5 ટકા વ્યાજદર આપે એ શક્ય નથી. આ કારણે તેમાં સબસ્ક્રાઇબ કરવામાં ખોટું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X