મોદી કેબિનેટમાં ખેડૂતો અને MSME માટે મહત્વના નિર્ણયો, જાણો ખાસ વાતો

કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાની કેબિનેટ સાથે બેઠક કરી. જાણો તેના મહત્વના મુદ્દા...

કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાની કેબિનેટ સાથે બેઠક કરી. સામાન્ય રીતે કેબિનેટની બેઠક બુધવારે થાય છે પરંતુ કોરોનાના કારણે આ વખતે સોમવારે બેઠક કરવામાં આવી. આ બેઠકમાં ખેડૂતો અને એમએસએમઈ માટે મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ ખેડૂતોની મહેનત રંગ લાવી અને આ વર્ષ બંપર પાક થયો છે.

cabinet

નિતિન ગડકરીની પીસીના મુખ્ય વાતો -

  • MSMEના વેપારની સીમા સરકારે 5 કરોડ રૂપિયા કરી દીધી છે. આ સાથે જ MSMEથી 11 કરોડ રોજગાર મળશે.
  • દેશમાં 6 કરોડ MSME છે જેના માટે 20 હજાર કરોડ રૂપિયાની લોનની જોગવાઈ સરકારે કરી છે.
  • રેકડીવાળા પણ લૉકડાઉનથી બહુ વધુ પ્રભાવિત છે જેના કારણે તેમના માટે 10 હજાર સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. આનાથી 50 લાખ લોકોને લાભ મળશે.
  • આ વર્ષે બધા બંપર પાક થયા છે. મોદી સરકારે પાકોના લઘુત્તમ ટેકાના મૂલ્યને વધારી દીધુ છે.
  • MSME એક્ટમાં સરકારે 14 વર્ષ બાદ સુધારા કર્યા છે. તેની પરિભાષા બદલવા સાથે તેની સીમા પણ વધારી દીધી છે. હવે MSMEના વેપારની સીમા 5 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
  • સરકારે 20 હજાર કરોડને અધીન લોનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.આ સાથે 50 હજાર કરોડના ઈક્વિટી રોકાણને પણ મંજૂરી મળી છે.
  • મોદી સરકારે 25 લાખ MSMEના પુનર્ગઠનની આશા વ્યક્ત કરી છે. સાથે જ મજબૂત એમએસએમઈના 15 ટકા ઈક્વિટી ખરીદવાની યોજના છે.
  • કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના જણાવ્યા મુજબ 14 ખરીફ પાકો એવા છે જેના માટે ખેડૂતોને 50થી 83 ટકા વધુ ટેકાના ભાવો મળશે.
  • ખેડૂતો માટે લોન ચૂકવણીની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી. સાથે જ એલાન કર્યુ છે કે ખેડૂતો આ તારીખ સુધી લોન ચૂકવી દેશે તેમને 4 ટકા વ્યાજ પર જ લોન મળશે.
  • સરકારે અત્યાર સુધી 360 લાખ મેટ્રિક ટન ઘઉની ખરીદી કરી છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X