બેન્કમાં જમા રકમ છે ખતરામાં, માસ્ટરકાર્ડે ATM અંગે આપી ચેતવણી

તમારી મહેનતની કમાણી પર મંડરાઈ રહ્યો છે ખતરો

જો તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર સૌથી અગત્યના છે. તમારું ATM અને ક્રેડિટ કાર્ડ ખતરામાં છે. ગ્લોબલ કાર્ડ પેમેન્ટ કંપની માસ્ટર કાર્ડે ચેતવણી આપતા કહ્યું છે કે થોડાક સમય માટે તમારા ATM કાર્ડની સુરક્ષા નબળી પડી શકે છે. આ માટે માસ્ટર કાર્ડે એક તારીખ પણ નક્કી કરી છે. માસ્ટર કાર્ડે રિઝર્વ બેન્કને માહિતી આપી છે કે કંપની એક નક્કી કરેલી તારીખથી ભારતીય કાર્ડ ધારકોનો ગ્લોબલ સર્વરમાં રહેલો ડેટા ડિલીટ કરવાની શરૂઆત કરશે. જેનાથી એક ટાઈમ પછી કાર્ડની સુરક્ષા ઘટી જશે.

માસ્ટર કાર્ડે રિઝર્વ બેન્કને આપી માહિતી

માસ્ટર કાર્ડે રિઝર્વ બેન્કને આપી માહિતી

માસ્ટર કાર્ડે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને માહિતી આપી છે કે કંપની એક નક્કી કરેલી તારીખથી ગ્લોબલ સર્વરમાંથી ભારતીય કાર્ડ ધારકોનો ડેટા ડિલીટ કરવાની શરૂઆત કરશે. આવા સમયે થોડાક ટાઈમ માટે કાર્ડની સુરક્ષા નબળી બની શકે છે. માસ્ટર કાર્ડના ઈન્ડિયા એન્ડ ડિવિઝન પ્રેસિડેન્ટ પોરુશ સિંહ આ મામલે માહિતી આપતા કહ્યું કે માસ્ટર કાર્ડ 200થી વધુ દેશમાં કામ કરી રહી છે. ભારત સિવાય અન્ય કોઈ દેશે તેમને ગ્લોબલ સર્વરમાંથી ડેટા ડિલીટ કરવા નથી કહ્યું.

દેશમાં સ્ટોર થશે ડેટા

દેશમાં સ્ટોર થશે ડેટા

તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે 16 ઓક્ટોબરથી ભારતમાં કાર્ડ પેમેન્ટ કંપનીઓ માટે નવા નિયમો લાગુ કરાયા હતા. આ નવા નિયમ પ્રમાણે કંપનીઓને ભારતીય ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન અંગેનો તમામ ડેટ દેશના જ સર્વરમાં સ્ટોર કરવાનો આદેશ અપાયો છે. સાથે જ કંપનીઓને ગ્લોબલ સર્વરમાંથી ભારતીય યુઝર્સનો ડેટા ડિલીટ કરવા કહેવાયું છે. રિઝર્વ બેન્કના આદેશનું પાલન કરતા માસ્ટર કાર્ડે ડેટા ડિલીટ કરવાની શરૂઆત કરી દીધી છે.

થોડા ટાઈમ માટે ખતરામાં છે તમારી કમાણી

થોડા ટાઈમ માટે ખતરામાં છે તમારી કમાણી

કંપનીના કહેવા પ્રમાણે અમે નિશ્ચિત કરેલા ટાઈમે રિઝર્વ બેન્કને જાણ કરી હતી, હવે રિઝર્વ બેન્કનો જવાબ મળવાનો બાકી છે. કપનીનું કહેવું છે કે શક્ય છે કે આ સમય દરમિયાન કાર્ડની સેફ્ટી અને સિક્યોરિટી નબળી પડી શકે છે. કંપનીએ આ મામલે રિઝર્વ બેન્કને એલર્ટ કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે સિક્યોરિટી નબળી પડવી અમારા માટે ચિંતાનું કારણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X