For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇનકમ ટેક્સ Alert! આ મેસેજથી દૂર રહો, એક ભૂલથી ખાતું ખાલી થશે

આવકવેરા (Income Tax) એ તમામ ટેક્સપેયર્સને એલર્ટ કર્યા છે. આવકવેરા વિભાગે લોકોને રિફંડ વિશે આવી રહેલા ફેક મેસેજ વિશે સાવધાન કર્યા છે અને લોકોને આવા મેસેજથી એલર્ટ રહેવાની સલાહ આપી છે.

|
Google Oneindia Gujarati News

આવકવેરા (Income Tax) એ તમામ ટેક્સપેયર્સને એલર્ટ કર્યા છે. આવકવેરા વિભાગે લોકોને રિફંડ વિશે આવી રહેલા ફેક મેસેજ વિશે સાવધાન કર્યા છે અને લોકોને આવા મેસેજથી એલર્ટ રહેવાની સલાહ આપી છે. ફેક ટેક્સ રિફંડ મેસેજોથી બચવા માટે બેંકે તમામ કરદાતાઓને એલર્ટ કર્યા છે. ટેક્સપેયર્સની એક નાની ભૂલ તેમના ખાતાને ખાલી કરી શકે છે.

આ પણ વાંચો: Income Tax: આ છે સ્લેબ, ફરી ગણી લો આવક ક્યાંક ભૂલ તો નથી થઈ રહીને

ટેક્સપેયર્સ માટે એલર્ટ

ટેક્સપેયર્સ માટે એલર્ટ

આવકવેરા વિભાગે લોકોને વિનંતી કરી છે કે તેઓ કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી જેમ કે તેમના બેંક એકાઉન્ટ, પિન (PIN) અથવા ઓટીપી (OTP), પાસવર્ડ (Password) ને શેર ન કરો. તેમણે સલાહ આપી છે કે તમારી નાણાકીય માહિતી કોઈ પણ અજ્ઞાત વ્યક્તિ સાથે શેર કરશો નહીં. આવકવેરા વિભાગે આ વિશે તમામ નોંધાયેલા કરદાતાઓને એસએમએસ અને ઇમેઇલ દ્વારા માહિતી મોકલી છે.

આ માહિતી શેર કરશો નહીં

આ માહિતી શેર કરશો નહીં

આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિભાગ કોઈ પણ કરદાતાઓ પાસેથી તેમના એકાઉન્ટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પિન અથવા ઓટીપી જેવી માહિતી ક્યારેય પૂછશે નહીં. આવામાં આવકવેરા વિભાગે લોકોને ફિશીંગ ઈ-મેલથી બચવાની સલાહ આપી છે. વિભાગે ફિશીંગ ઈ-મેલની ઓળખાણ વિશેની માહિતી આપી છે અને ફિશીંગ દ્વારા મોકલાયેલ ઈ-મેલનું ડોમેન નેમ ધ્યાનથી તપાસો. ફેક ઈ-મેલમાં સ્પેલિંગની ભૂલો હોય છે અને આવકવેરા વિભાગની વેબસાઇટના ખોટા સાઉન્ડિંગ વેરિયન્ટ્સ હોય છે.

કેવી રીતે બચવું

કેવી રીતે બચવું

આવકવેરા વિભાગે લોકોને આવા મેઇલ સાથેની લિંક ન ખોલવાની સલાહ આપી છે. મેલમાં મોકલેલી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. ભૂલથી પણ લિંક ખોલ્યા પછી તમારા બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની વિગતો ભરશો નહીં.

English summary
Income Tax department warns of fake refund mails and messages
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X