For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

19 કરોડ પાનકાર્ડ રદ થશે, બચવા માટે આટલું કરો

મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં પાન કાર્ડ શામેલ છે. પાન કાર્ડ વિના તમે આવકવેરાના વળતરને ભરી નહિ શકો. બેંક ખાતું ખોલાવવું હોય અથવા ઈન્ક્મટેક્સ દરેક કામ માટે પાન કાર્ડની જરૂર પડે છે.

|
Google Oneindia Gujarati News

મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં પાન કાર્ડ શામેલ છે. પાન કાર્ડ વિના તમે આવકવેરાના વળતરને ભરી નહિ શકો. બેંક ખાતું ખોલાવવું હોય અથવા ઈન્ક્મટેક્સ દરેક કામ માટે પાન કાર્ડની જરૂર પડે છે. પરંતુ જો તમે આ કાર્ય 31 માર્ચ સુધી ન કર્યું હોય તો તમારું આવશ્યક દસ્તાવેજ નિરર્થક રહેશે. વાસ્તવમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે 31 માર્ચ સુધીમાં તમે તમારા આધારને પાન કાર્ડ સાથે લિંક ન કર્યું તો તમારી મુશ્કેલી વધી શકે છે.

આ પણ વાંચો: SBI ની મોટી ઓફર, FREE માં કરાવો તમારી હોમ લોનને ટ્રાન્સફર, આ છે પ્રોસેસ

તમારું પાન કાર્ડ રદ થઇ જશે

તમારું પાન કાર્ડ રદ થઇ જશે

જો તમે અત્યાર સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું, તો તમને ઘણી તકલીફ થઈ શકે છે. આવકવેરા અધિનિયમની કલમ 139 એએ હેઠળ 31 માર્ચ સુધી આમ નહિ કરનારાઓનું પાન કાર્ડ રદ થઇ જશે. પાન કાર્ડ ને આધાર સાથે લિંક માટેની અંતિમ તારીખ 31 માર્ચ છે. જો તમે આ ન કરો તો તમારું પાન કાર્ડ અમાન્ય થઇ જશે. તમને જણાવીએ કે અત્યાર સુધીમાં 50% પાન કાર્ડધારકોએ પોતાનું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કર્યું છે. 42 કરોડ પાન કાર્ડ ધારકોમાંથી અત્યાર સુધીમાં લગભગ 23 કરોડ લોકોએ તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યા છે.

19 કરોડ પાન કાર્ડ રદ થશે

19 કરોડ પાન કાર્ડ રદ થશે

જો આ 19 કરોડ પાન કાર્ડ ધારકોએ 31 માર્ચ સુધીમાં તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવ્યા નહીં, તો તેમના પાન કાર્ડ અમાન્ય થઇ જશે. પહેલા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2018 ના રોજ નક્કી કરવામાં આવી હતી, જેને વધારીને 31 માર્ચ 2019 કરવામાં આવી. એવું માનવામાં આવે છે કે હવે સમય સીમા વધારવામાં આવશે નહીં. આવામાં જો તમે તેને લિંક કરવાથી ચુકી જશો, તો તમારા પાન કાર્ડને આવકવેરા અધિનિયમની કલમ 139 એએ અનુસાર ઇનવેલિડ માનવામાં આવશે.

લિંક નહીં કરવા પર શું થશે મુશ્કેલી

લિંક નહીં કરવા પર શું થશે મુશ્કેલી

જો તમે પાન કાર્ડને આધાર સાથે લિંક ન કર્યું હોય તો તમે ઑનલાઇન આઈટીઆર ફાઇલ કરી શકશો નહીં. આનાથી, તમારો આવકવેરા રિફંડ અટવાઇ જશે. પાન કાર્ડ ઇનવેલિડ થઇ જશે. પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ખૂબ જ સરળ છે. તમે www.incometaxindiaefiling.gov.in પર જઈને આધારને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો. આ વેબસાઇટ ખોલવા પર, તમે હોમ પેજ પર 'લિંક આધાર' વિકલ્પ જોશો, જેના પર ક્લિક કરી તમને પૂછવામાં આવતી બધી જાણકારી ભરવાની રહેશે. સબમિટ કર્યા પછી તમારું આધાર અને પાન કાર્ડ લિંક થશે. આ ઉપરાંત, તમે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધારને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો.

English summary
The Supreme Court has made it mandatory to file the Income Tax returns with Aadhaar card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X