SBI રિપોર્ટ અનુસાર, આગામી બજેટમાં આવક વેરા પાત્ર રકમની સીમા વધી શકે છે
ભારતીય સ્ટેટ બેન્કની સંશોધન રિપોર્ટ 'ઇકોરેપ' અનુસાર આગામી બજેટમાં આકવેરા પાત્ર રકમની સીમા વધારવામાં આવે એવું બને. હાલ આ સીમા 2.5 લાખ રૂપિયા છે, જે વધીને 3 લાખ રૂપિયા થઇ શકે છે.
ભારતીય સ્ટેટ બેન્કની સંશોધન રિપોર્ટ 'ઇકોરેપ' અનુસાર આગામી બજેટમાં આવકવેરા પાત્ર રકમની સીમા વધારવામાં આવે એવું બને. હાલ આ સીમા 2.5 લાખ રૂપિયા છે, જે વધીને 3 લાખ રૂપિયા થઇ શકે છે.

આ સાથે જ, હોમ લોનના વ્યાજ પર મળતી છૂટની સીમા પણ વધારવામાં આવે એવું બને. હાલ આ સીમા 2 લાખ રૂપિયા છે, જે વધારીને 3 લાખ કરવામાં આવે એવું બને. આ રિપોર્ટ ભારતીય સ્ટેટ બેન્કના મુખ્ય સલાહકાર અને જનરલ મેનેજર સૌમ્યા કાંતિ ઘોષે તૈયાર કરી છે. રિપોર્ટ અનુસાર આ પ્રકારની છૂટથી સરકારી ખજાના પર લગભગ 35,300 કરોડ રૂપિયાનો બોજો પડશે.

નોંધનીય છે કે, વર્તમાન સમયમાં 2.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ નથી લાગતો, તેથી વધુની આવક પર ટેક્સ ભરવાનો રહે છે. કેટલી વાર્ષિક આવક પર કેટલો ટેક્સ ચૂકવવાનો છે, તેની સંપૂર્ણ યાદી તમે ઉપરની તસવીરમાં જોઇ શકો છો.












Click it and Unblock the Notifications
